Only Gujarat

Bollywood FEATURED

અંતે, સુશાંતના કહેવાતા ખાસ મિત્રનો હવે મોટો ખુલાસો, જણાવી કંઈક આવી વાત

મુંબઇ: સુશાંત સિંહ રાજપૂત કેસમાં સીબીઆઇ, ઇડી અને એનસીબી સતત પૂછપરછ કરી રહી છે. આ બધાની વચ્ચે ખુદને સુશાંતનો મિત્ર કહેનાર ફિલ્મ પ્રોડ્યૂસર સંદિપ સિંહે સુશાંત સિંહ રાજપૂત અને તેમના પરિવાર સાથેની વ્હોટસ અપ ચેટ જાહેર કરી છે. તેમણે જણાવ્યું હતું કે તેમણે પોતાની વાત સૌની સામે રાખવા માટે આવુ કર્યુ. સંદીપે જણાવ્યું કે તેમનો સુશાંત સાથે ખૂબ ગાઢ સંબંધ હતો.

જ્યારે સુશાંતના પરિવારે જણાવ્યું કે તેઓ સંદિપને નથી ઓળખતા તો આ સાંભળીને સંદિપે પોતાની હકીકતને સામે રાખવા માટે વ્હોટસઅપ ચેટ જાહેર કરી છે. જ્યારે સુશાંતે સુસાઇડ કરી લીધું હતું ત્યારે સંદિપ 14 જૂને ફ્લેટ પર હાજર હતો.


ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર સંદિપે તેમનું મૌન તોડ્યું છે. નવેમ્બર 2016 અને જૂન 2018ની વચ્ચે સુશાંત સાથે કરેલી ચેટ તેમણે શેર કરી છે. તેમણે જણાવ્યું હતું કે સુશાંતના મોતના સમાચાર સાંભળીને તે ખુદને રોકી ના શક્યો અને તેમના ઘરે પહોંચી ગયો હતો.

તેમણે લખ્યું, ‘મને માફ કરજે મારા ભાઇ, મારા મૌનને મારી 20 વર્ષની છબી ખરાબ કરી દીધી છે. મને એ ક્યાં ખબર હતી કે, આજના સમયમાં દોસ્તી માટે પ્રમાણપત્રની જરૂરિયાત હોય છે. આજે હું મારી વ્યક્તિગત ચેટને સાર્વજનિક કરી રહ્યો છું. કારણે કે આ જ એક છેલ્લો રસ્તો છે.’


તેમણે સુશાંતની મુંબઇ રહેતી બહેન મીતૂ સિંહ અને સુશાંતના જીજાજી ઓપી સિંહની સાથે કરેલી ચેટના સ્કિન શોટ પણ શેર કર્યાં છે. તેમણે લખ્યું છે કે દરેક લોકો કહે છે કે, “સુશાંતનો પરિવાર મને નથી ઓળખતો. તો હા એ વાત સાચી છે. હું ક્યારેય તેમના પરિવારને નથી મળ્યો. શું સુશાંતના અંતિમ સંસ્કારમાં તેમની એક દુ:ખી બહેનની મદદ કરવી કોઇ ગુનો છે?. બસ હું એવું ઇચ્છુ છું કે હવે આ બધી જ અટકળોનો અંત આવી જાય”


એક અન્ય પોસ્ટમાં તેમણે લખ્યું કે, ’14 જૂને જ્યારે મે સુશાંત વિશે સાંભળ્યું તો હું ખુદને રોકી ન શક્યો અને હું દુ:ખી હૃદયે તેમના ઘરે પહોંચી ગયો. જો કે ત્યાં મીતૂ દીદી સિવાય કોઇ પણ હાજર ન હતું. એ પૂછવા માગું છે કે, શું તે સમયે મારે મારી બહેનની પાસે રહેવાના બદલે મારા બીજા મિત્રોના આવવાની રાહ જોવી જોઇતી હતી?’

સુશાંત સિંહના મોત બાદ સુશાંતના ઘરે પહોંચનાર વ્યક્તિઓમાં સંદિપ પહેલો વ્યક્તિ હતો. તે કૂપર હોસ્પિટલની બહાર સુશાંતની બહેન મીતૂની સાથે પણ જોવા મળ્યો હતો. સંદિપ સિંહે અંગૂઠા દેખાડવાના ઇશારા પર પણ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, ‘હું અને સુશાંતની બહેન કૂપર હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યારે એક કોન્સ્ટેબલે પૂછ્યું કે, સંદીપ કોણ છે? આ સમયે બૂમ પાડીને જવાબ આપવાના બદલે અને માસ્ક હટ્યા વિના જ મેં અંગૂઠાના ઇશારાથી જ કહ્યું હતું. કે હું જ સંદિપ છું.’

You cannot copy content of this page