Only Gujarat

Sports

સુશાંત સિંહ રાજપુતની ડાયરીમાં રહેલું છે આ રહસ્ય, વાંચીને તમારી આંખો પણ થશે ભીની!

સુશાંત સિંહ રાજપુતનો જન્મ 21 જાન્યુઆરી 1986ના રોજ થયો હતો એટલે આજે સુશાંતની જન્મજંયતિ છે.14 જૂન 2020ના રોજ સુશાંત સિંહ રાજપૂતનું મોત થયું હતું. સુશાંત સિંહ રાજપૂતની ડાયરીના 15 પાના સામે આવ્યા હતાં. જેનાથી સ્પષ્ટ થયુ હતું કે, સુશાંતે પોતાના કરિયર અને લાઈફને લઈને સરસ રીતે પ્લાનિંગ કર્યું હતું. જેમાં સુશાંતે બોલીવૂડથી લઇને હોલીવૂડ સુધીનો ઉલ્લેખ કર્યો હતો. 2020 માટે પણ તેમના પ્લાન હતો અને આ ડાયરીમાં સુશાંતે લખ્યું હતું. આ ડાયરીમાં સુશાંતની બહેન પ્રિયંકાનું નામ પણ છે અને સાથે જ એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે એક્ટિંગ કરિયરને સંવારવા માટે શું કરવું જોઇએ.

આ પન્નામાં સુશાંતે ફ્લો ચાર્ટ બનાવી પોતાની જરૂરિયાત અને પબ્લિક પ્રેજેન્સ વિશે લખ્યું હતું. ડાયરીના આ પન્ના જોઇ હવે સવાલ ઉઠી રહ્યાં છે કે જે શખ્સ આટલું લાંબુ પ્લાનિંગ કરી રહ્યા હતા તો આપઘાત કેમ કરી શકે.

ડાયરીના આ પન્નામાં સુશાંતે પોતાની ફિલ્મોની સ્ક્રિપ્ટ, બોલીવૂડ, હોલીવૂડ અને કંપની અંગે લખ્યું છે. સીનને પ્રભાવશાળી બનાવવા માટે શું એક્સપેરિમેન્ટ અને મેથડ ઉપયોગ કરવી જોઇએ અને સુશાંત કેવી તૈયારી કરશે એ પણ આ પન્નામાં લખ્યું છે.

ડાયરીના આ પન્નામાં સુશાંતે લખ્યું છે કે તેને પોતાના એક્ટિંગ કરીયરને સંવારવા માટે પોતાના પર શું કામ કરવું જોઇએ. જેમાં આગળ તેઓએ લખ્યું કે કામ દરમિયાન શું શું મુશ્કેલી થઇ શકે છે.

સુશાંતે લખ્યું કે તમે જે કહો છો તે એટલું મહત્વપૂર્ણ છે જેટલું તમે કરો છો. ડાયરીના પન્નામાં સુશાંતે પોતાની બહેન પ્રિયંકાનું નામ પણ લખ્યું છે અને એવું કહ્યું છે કે તે આ ટીમને હેન્ડલ કરશે. સુશાંતે લખ્યું કે પોતાની લાઇનને યાદ ન કરો તેને અનુભવો પછી તેને કેમેરાની સામે બોલી દો.

આ પહેલા રિયા ચક્રવર્તીના વકીલ તરફથી સોશિયલ મીડિયા પર એક ડાયરીના પન્ના વાયરલ કરવામાં આવ્યા હતા. જેમાં સુશાંતની હેંડરાઇટિંગમાં રિયાના પરિવારવાળા માટે વખાણ કર્યા હોવાનું કહેવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા આ પન્ના પર સૌથી ઉપર લખ્યું છે આભાર સૂચી. ત્યારબાદ અનેક લોકોનો સુશાંતે આભાર વ્યક્ત કર્યો જેમાં રિયા ચક્રવર્તીના પરિવારજનોના નામ પણ હતા.

You cannot copy content of this page