Only Gujarat

National TOP STORIES

પોતાને કહેતી હતી હાથરસ પીડિતાની ભાભી, આખરે સત્ય આવ્યું સામે અને…..

હાથરસ: આખા દેશમાં છેલ્લા 15 દિવસથી ગેંગરેપ મામલે વિવાદ ચાલી રહ્યો છે. રોજ નવા-નવા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. જો કે હવે યોગી સરકારની ભલામણ બાદ સીબીઆઈએ આખો મામલો પોતાના હાથમાં લઈ લીધો છે. તો હાથરસમાં પીડિતાના ઘરે નકલી ભાભી બનીને રહેનારી મહિલાનું નક્સલ કનેક્શન પણ સામે આવ્યાનું કહેવામાં આવી રહ્યું છે. આવો જાણીએ શું છે આ કથિત ભાભીનું સત્ય અને એ કોણ છે જે પીડિત પરિવાર સાથે રહી હતી.

પીડિતાના ઘરે ચાર દિવસ રહેલી આ કથિત ભાભીનું સાચું નામ ડૉ. રાજકુમારી બંસલ છે. તે મધ્યપ્રદેશના જબલપુરની સુભાષ ચંદ્ર બોઝ મેડિકલ કૉલેજના ફાર્મોકોલાજી વિભાગમાં ડેમોન્સ્ટ્રટર ચિકિત્સક છે. જેના પર આરોપ લાગી રહ્યા છે તે ઘટના બાદ જબલપુરથી હાથરસ પહોંચી અને પીડિતાના પરિવારજનોના નિવેદન બદલીને લોકોને ભડકાવ્યા.

ડૉ. બંસલના પતિ મેડિકલ કૉલેજમાં ડૉક્ટર છે, જેનું નામ ઈંદર દેવ છે. તેમનો એક દીકરો પણ છે. મહિલાએ ફૉરેન્સિકમાં એમડીની ડિગ્રી લીધી છે. પરંતુ નોકરી ફાર્મોકોલાજી વિભાગમાં છેલ્લા બે વર્ષથી કરી રહી છે. તેણે જબલપુરમાં ગ્રેજ્યુએશન કર્યું અને એમડી ઈન્દૌરથી કર્યું છે.

શનિવારે જ્યારે મામલો ચગવા લાગ્યો ત્યારે મહિલા સામે આવી અને મીડિયાની સામે પોતાનો પક્ષ રાખ્યો. કહ્યું, હું ફોરેન્સિકની નિષ્ણાત છું. હું માનવતાના નાતે અહીં આવીને જોવા માંગતી હતી કે દુષ્કર્મનો કેસ ઑનર કિલિંગમાં કેવી રીતે બદલાઈ રહ્યો છે. જ્યારે તેને નક્સલીઓ સાથેની લિંક વિશે પુછવામાં આવ્યું તો કહ્યું કે, આ તમામ આરોપ છે, કોઈ કાંઈ પણ બોલે છે. તેનો મતલબ એ નથી કે, તે સાચું હોય.

નકલી ભાભી અને નક્સલીઓ સાથેના કનેક્શન મામલે ડૉ. બંસલે જણાવ્યું કે તે એક સામાજિક કાર્યકર છે. વર્ષ 2018થી તેના અનેક સામાજિક સંગઠનો સાથે સંબંધ છે. મારા કોઈ પણ રીતે નક્સલીઓ સાથે તાર નથી જોડાયેલા. કોઈ કાંઈ પણ આરોપ લગાવી શકે છે. હું તો માત્ર સત્ય જાણવા માટે તેમના ઘરે ગઈ હતી.

તો મહિલાના મેડિકલ કૉલેજ સુધી મામલો પહોંચ્યો તો કૉલેજના ડીન મીડિયાની સામે આવ્યા. કહેવા લાગ્યા કે જો કાંઈક નક્સલીઓનું કનેક્શન નિકળશે તો અમે કાર્રવાઈ કરશું. કૉલેજમાં હડકંપ મચ્યો છે કે કેવી રીતે કોરોના કાળમાં ડૉ. બંસલ જબલપુરથી હાથરસ પહોંચી ગઈ.

તો એ વાત પણ સામે આવી કે, ક્યાંક આ મહિલાને ભીમ આર્મીએ તો પીડિતાના ઘરે નથી પહોંચાડી. પરંતુ ભીમ આર્મીના યૂપીના પ્રવક્તા સૌરભ કિશોરે કહ્યું કે, અમે આ મહિલાને નથી ઓળખતા. તેની સાથે અમારો કોઈ જ સંબંધ નથી.

You cannot copy content of this page