Only Gujarat

FEATURED International

રેસ્ટોરાંમાં આ મહિલા પીવા ગઈ હતી સૂપ ને અચાનક જ પેટમાં થયો મોટો વિસ્ફોટ અને પછી..

સિડનીઃ કેટલીક વખત આપણે ઉતાવળમાં એવી ભૂલ કરી બેસીએ છીએ, જેનુ પરિણામ વર્ષો સુધી ભોગવવું પડે છે. એટલ જ દરેક કામમાં સાવધાની રાખવાની વાત કહેવામાં આવે છે. એક નાનકડી બેદરકારીના કારણે ક્યારેક એટલું મોટું નુકસાન થઇ જાય છે કે તેની ભરપાઇ કરવી મુશ્કેલ બની જાય છે. વર્ષ 2013માં એવી જ એક દુર્ઘટના ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં રહેતી એક મહિલાની સાથે થઇ હતી. આ મહિલા એક હોટલમાં જમવા માટે ગઇ હતી. અહીં તેમને અચાનક હેડકી આવવા લાગી. હેડકી રોકાવવાનું નામ નહોતી લેતી. આ સમયે શેફે તેમને ઇલાજના નામ પર વિનેગરની જગ્યાએ ઓવન ક્લિનર પિવડાવી દીધું. ત્યાર બાદ મહિલાનો જે હાલ થયો. તે સાત વર્ષથી આ ભૂલની સજા ભોગવી રહી છે. તેમણે આ સાત વર્ષની પીડાને દુનિયા સાથે શેર કરી છે.


આ ઘટના 2013માં ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં થઇ હતી. અહીં ધ પોઇન્ટ નામના એક રેસ્ટોરન્ટમાં તે જમવા ગઇ હતી. અમાંડા મેર્રિફિએલ્ડે સપનેય નહોતું વિચાર્યું કે તેમની જિંદગી આજથી બદલી જશે અને પહેલા જેવી બિલકુલ નહીં રહે. જમતાં-જમતા અમાંડાને હેડકી આવવા લાગી. તેમની હાલત જોઇને રેસ્ટોરન્ટના શેફે એક ચમચી વિનેગર પિવડાવ્યું. જો કે શેફે ભૂલથી ઓવન ક્લિનરને વિનેગર સમજી લીધું હતું અને આ મહિલાને પિવડાવી દીધું હતું. આ પીધા બાદ મહિલાના ગળા અને પેટમાં બળતરા થવા લાગી.

46 વર્ષની અમાંડાને એટલી બળતરા થઇ કે તે ત્યાં જ પડી ગઇ. તરત જ તેમને હોસ્પિટલ પહોંચાડવામાં આવી. ત્યારબાદ હોસ્પિટલમાં એ વાતનો ખુલાસો થયો કે તેમને જે પિવડાવવામાં આવ્યું હતું તે વિનેગર નહીં પરંતુ એસિડ હતો. એસિડના કારણે જ તેમના પેટ અને આંતરડામાં વિસ્ફોટ થઇ ગયો હતો.આ ઘટના બાદ આમાંડાને લગભગ 80 વખત સર્જરી કરાવવી પડી. જુદા જુદા સ્પેશ્યાલિસ્ટ પાસે સારવાર લેવા માટે સાત વર્ષમાં અમાંડા 120 હોસ્પિટલના ધક્કા ખાઇ ચૂકી છે. આટલા વર્ષ બાદ હવે તેમણે તેમની સાથે ઘટેલી આ ભયંકર ઘટનાને લોકો સાથે શેર કરી છે.

અમાંડાએ તેમના અનુભવને શેર કરતા જણાવ્યું કે શરૂઆતના મહિનામાં તેમણે દર અઠવાડિયે એક ઓપરેશન કરાવવું પડતું હતું. ડોક્ટર્સ તેમના ઇસોફેગસ કાઢવાની વાત કરતા હતા. આખરે તે ઠીક ના થતાં તેમને કાઢવામાં આવ્યાં હતા. આટલું જ નહીં ડોક્ટરે અમાંડાનું પેટ પણ કાઢવું પડ્યું. હાલ અમાંડા દિવસના ત્રણ ઇંજેકશનના સહારે જીવિત છે. અમાંડાએ જણાવ્યું કે આ ઘટનાથી તે સંપૂર્ણ રીતે ભાંગી પડી છે. વ્યવસાયે વકીલ રહી ચૂકેલી અમાંડાની કારર્કિદી પણ સંપૂર્ણ રીતે ખતમ થઇ ગઇ.


તેમનો મોટા ભાગનો સમય ઘરમાં તેમની હાલત પ્રમાણે કામ કરવામાં જ વિતી જાય છે. અમાંડાએ જણાવ્યું કે, આ મુશ્કેલ સમયમાં તેમનો પતિ બૉબ અને 9 વર્ષના દીકરા જૈકે ખૂબ જ સાથ આપ્યો છે. જો કે આ ઘટના બાદ રેસ્ટોરન્ટે ઇલાજમાં થોડી ઘણી આર્થિક મદદ કરી હતી પરંતુ જ્યારે હોસ્પિટલનો ખર્ચ સાત વર્ષ સુધી ચાલ્યો તો તેમણે પણ આર્થિક મદદ આપવાનું બંધ કરી દીધું. જો કે અમાંડાએ રેસ્ટોરન્ટ પર 36 કરોડ 56 લાખ 25 હજારનો દાવો કર્યો છે.

અમાંડાના જણાવ્યાં મુજબ શેફની આ એક ભૂલના કારણે તેમની આખી જિંદગી બરબાદ થઇ ગઇ. જો કે જેમના કારણે જિંદગી બરબાદ થઇ ગઇ તેમમે એક વખત સોરી પણ નથી કહ્યું. ઘટના બાદ રેસ્ટોરન્ટના માલિકે રેસ્ટોરન્ટ વેચી દીધું. હવે આ રેસ્ટોરન્ટ નવા નામથી ચાલી રહ્યું છે.

You cannot copy content of this page