આ મહિલા પોલીસે લાખો રૂપિયા લઈને ભગાડ્યા હતા ચોરોને, હવે પિયરમાંથી ઝડપાઈ

સિરોહીના બારલુટ પોલીસ સ્ટેશનમાં SHO રહીને તસ્કરોને મદદ કરવાના કેસમાં ડિસમિસ કરાયેલા SI સીમા જાખડની પોલીસે જોધપુરથી ધરપકડ કરી છે. રવિવારની રાત્રે સાસરીમાંથી પીયર જતી વખતે પોલીસે સીમાને પકડી પાડી હતી. નવેમ્બર 2021ના કેસમાં ચાર આરોપીઓની પહેલાથી જ ધરપકડ કરવામાં આવી ચૂકી છે. સીમા જાખડને આખી રાત સરૂપગંજ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવી હતી.


સસપેન્ડ કરાયેલા SI સીમા જાખડને સોમવારની બપોરે લગભગ 2:45 વાગ્યે સિરોહી સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. પોલીસે સીમા જાખડના પોલીસ રિમાન્ડની માગણી ન કરતાં જજે સીમા જાખડને 15 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપી હતી. આ સમય દરમિયાન સીમા જાખડના એડવોકેટ દિવ્યાનંદ શર્માએ કોર્ટમાં તેમની જામીન અરજી રજૂ કરી હતી. આ જામીન અરજી મંગળવારે સુનાવણી માટે આવશે.


બીજી તરફ કોર્ટમાંથી બહાર આવતા જ SHO હરિસિંહ રાજપુરોહિતે કહ્યું કે, હવે આ અંગે પોલીસને વધુ પૂછપરછ કરવાની જરૂર નથી, તેથી કોર્ટે પોલીસ કસ્ટડીની માંગ કરી નથી. જાખડને તેની જ્યુડિશિયલ કસ્ટડી દરમિયાન જોધપુર જેલમાં રાખવામાં આવશે. સીમા જાખડને કોર્ટમાં રજૂ કરતાં પહેલાં નિરીક્ષણ માટે બારલુત પોલીસ સ્ટેશન પણ લઈ જવામાં આવી હતી. વાસ્તવમાં 14 નવેમ્બરના રોજ ધોરીમન્નામાં રહેતાં રમેશ વિશ્નોઈ અને બારલુત પોલીસ સ્ટેશનની નાકાબંધીમાં ઝડપાયેલાં ચિતલવાણામાં રહેતાં દિનેશ વિશ્નોઈ 10 લાખ રૂપિયા લઈને ફરાર થઈ ગયા હતા. બાતમીદાર પાસેથી બાતમી મળતાં SP ધર્મેન્દ્રસિંહ બારલુત પોલીસ સ્ટેશન પહોંચ્યા હતાં અને તેનો ખુલાસો કર્યો હતો.


પોલીસ પિયર અને સાસરીયા વચ્ચે રેકી કરી રહી હતી
આરોપીના રિપોર્ટ અંગેની ફાઇલ છેલ્લાં કેટલાક મહિનાથી SOGમાં મોકલવામાં આવી હતી. ગત મહિને આ જ કેસમાં શંકરલાલ નામના અન્ય એક આરોપીની ધરપકડ બાદ સમગ્ર કેસમાં સીમા જાખડની ભૂમિકા ખુલ્લી પડી હતી અને જિલ્લા પોલીસને SOGમાંથી ફાઈલ મળી હતી.


SPના નિર્દેશ પર સ્વરૂપગંજ SHO હરિસિંહ રાજપુરોહિત અને આબુરોડ સિટી SHO સરોજ બૈરવા રવિવારે જોધપુર પહોંચ્યા હતા અને સીમા જાખડની ધરપકડ કરી હતી, એવું જણાવવામાં આવી રહ્યું છે કે, સીમાની ધરપકડ કરતાં પહેલાં પોલીસ ટીમે સંપૂર્ણ રેકી કરીને સીમાની ગતિવિધી શોધી કાઢી હતી. સીમાનું પિયર અને સાસરું દૂર નથી. રવિવારે સીમાને સાસરીમાંથી પીયર જતી વખતે પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી.


14 નવેમ્બર, 2021 ની સાંજે, બારલુટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જવાલ નદી નજીક નાકાબંધી લાદવામાં આવી હતી. સિરોહીથી જાલોર તરફ જઈ રહેલાં તસ્કરોની કાર પોલીસે લોખંડની ખીલીઓ પાથરી પંચર કરી હતી. તસ્કરો કાર અને 141 કિલો ડોડા-ખસખસ છોડીને ફરાર થઈ ગયા હતા. સીમા જાખરે તસ્કરોના કિંગપીનને વોટ્સએપ કોલ કરી તસ્કરોને છોડવાની ઓફર કરી હતી.


સોદો નક્કી થયા બાદ સીમા જાખડ બંનેને પોતાની કારમાં બેસાડીને સંચૌર જતી રહી હતી અને 10 લાખ રૂપિયા અને તસ્કરો લઈને પરત આવી હતી. આ પછી ગણેશ ટ્રાવેલ્સની બસમાં બેસી બે તસ્કર દિનેશ વિશ્નોઈ અને રમેશ વિશ્નોઈ ફરાર થઈ ગયા હતા. 15 નવેમ્બરે સીમા જાખડ ઉદયપુર, જોધપુર અને પાલી આવી હતી. 15 નવેમ્બરના રોજ SPએ બારલૂટ પોલીસ સ્ટેશન જઈને આખી ઘટના અંગે ખુલાસો કર્યો હતો. નદી પાસેથી પસાર થતાં બળવંતગઢ પાસે રોડ પર આવી રહેલા તસ્કરના સીસીટીવી ફૂટેજ પોલીસને બળવંતગઢની રામદેવ હોટલમાંથી મળી આવ્યા હતા.


જે બસમાંથી તસ્કરો ફરાર થઈ ગયા હતા, તે બસમાં સીસીટીવી મળી આવતાં આખો મામલો પ્રકાશમાં આવ્યો હતો અને SPએ સીમા જાખડ સાથે ત્રણ કોન્સ્ટેબલ હનુમાન, ઓમપ્રકાશ અને સુરેશને સસ્પેન્ડ કર્યા હતા. સીમા જાખડ અને ત્રણેય કોન્સ્ટેબલોને ૨૬ નવેમ્બરના રોજ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સીમાએ 29 નવેમ્બરના રોજ જોધપુરમાં લગ્ન કર્યા હતા.


પહેલી ધરપકડ 29 નવેમ્બરના રોજ કરવામાં આવી હતી
મુખ્ય ગેંગસ્ટર માંગીલાલ વિશ્નોઇના સાળા હેમારામ વિશ્નોઇની પહેલી ધરપકડ આ ખુલાસાના 15 દિવસ બાદ 29 નવેમ્બરના રોજ કરવામાં આવી હતી. આ કેસમાં શંકરલાલ વિશ્નોઇની થોડાં દિવસ પહેલા ધરપકડ કરવામાં આવી હતી. શંકરલાલ માગીલાલનો ભાગીદાર છે, જેણે ડોડાનો આદેશ આપ્યો હતો, જેણે ચોરીની કાર આરોપીને દાણચોરી પૂરી પાડી હતી. મુખ્ય તસ્કર દિનેશ વિશ્નોઇની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે હવે સીમા જાખડની ધરપકડ બાદ આ કેસમાં ચોથી ધરપકડ કરવામાં આવી છે.

You cannot copy content of this page