Only Gujarat

National

પતિ રાજના ખોળામાં રોમેન્ટિક અંદાજમાં બેઠેલી જોવા મળી શિલ્પા શેટ્ટી

મુંબઈઃ શિલ્પા શેટ્ટીનો પતિ રાજ કુન્દ્રા 45 વર્ષના થઇ ગયો છે. તેનો જન્મ 9 સપ્ટેમ્બર 1975માં લંડન, યૂનાઇટેડ કિંગડમમાં થયો હતો. શિલ્પાએ ખૂબ જ રોમેન્ટિક અંદાજમાં રાજને બર્થ ડે વિશ કર્યું. તેણે રાજની સાથે ફેમિલીનો એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. તેણે રાજને વિશ કરતા લખ્યું હતું, ” હેપ્પી બર્થ ડે મેરી કુકી’ શિલ્પા રાજની બીજી પત્ની છે. શિલ્પાએ 22 નવેમ્બર 2009માં બિઝનેસમેન રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યાં હતા. શિલ્પાના આ પહેલા જ્યારે રાજ કુન્દ્રાના બીજા લગ્ન છે. રાજ કુન્દ્રાએ 2003માં કવિતા સાથે લગ્ન કર્યાં હતા. જોકે થોડા સમય બાદ બંનેના ડિવોર્સ થઇ ગયા.

શિલ્પા દ્રારા શેર કરવામાં આવેલા વીડિયોમાં તે પતિના ખોળામાં બેઠેલી જોવા મળે છે. તો રાજ બંને બાળકોને પ્રેમ કરતો જોવા મળે છે. શિલ્પા અને રાજની પહેલી મુલાકાત લંડનમાં થઇ હતી.

લંડનમાં શિલ્પા રિયાલિટી શો ‘બિગ બ્રધર’ (2007) જીત્યા બાદ પોપ્યુલર થઇ ગઇ હતી. તો રાજ પણ બિઝનેસની દુનિયામાં ફેમસ હતો. બંનેની મુલાકાત શિલ્પાના પરફ્યૂમ બ્રાન્ડ S2ના પ્રમોશન દરમિયાન થઇ હતી.

આ સમયે રાજ કુન્દ્રાએ શિલ્પાને પર્ફ્યૂમ બ્રાન્ડનું પ્રમોટ કરવામાં મદદ કરી હતી. શિલ્પાને રાજનો ફ્રેન્ડલી નેચર ખૂબ જ ગમી ગયો અને તે તેને મનોમન ચાહવા લાગી. ધીરે ધીરે બંનેએ ડેડિંગ શરૂ કર્યું.

રાજ કુન્દ્રાએ સગાઇમાં શિલ્પાને 3 કરોડ રૂપિયાની રિંગ પહેરાવી હતી. આ રિંગ પર 20 કેરેટના હાર્ટ શેપ ડાયમંડ લગાવેલા હતા.2018માં રાજે શિલ્પાને સરપાઇઝ ગિફ્ટ આપતા રેન્જ રોવર કાર ગિફ્ટ કરી હતી. શિલ્પાની આ ન્યૂ રેન્જ રોવર કારની કિંમત 2 કરોડ રૂપિયા છે.

રાજ કુન્દ્રાએ લગ્નની પહેલી વર્ષગાઠ પર શિલ્પાને દુબઇમાં બુર્જ ખલીફાના 19માં ફ્લોર પર એક એપાર્ટમેન્ટ પણ ગિફટ કર્યો હતો.

You cannot copy content of this page