Only Gujarat

Sports

પુટિનને ફેક્સ કરનાર શાંતિલાલ મળી આવ્યા, જાણો તેમણે આ ઓડિયો ક્લિપ કેમ બનાવી?

હાલ રશિયા અને યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ ચરમસીમા પર છે. આખા વિશ્વમાં હાલ યુદ્ધની ચર્ચા ચાલી રહી છે. રોડથી લઈને દુકાનો, ઘરથી લઈને ઓફિસમાં આ યુદ્ધની જ વાતો થઈ રહી છે. ત્યારે ગુજરાતમાં એક ઓડિયો વાઈરલ થયો છે, જેને બધા ગુજરાતીઓને હસાવી-હસાવીને લોથપોથ કરી નાખ્યા છે. આખા ગુજરાતમાં આ ઓડિયો આગની જેમ વાઈરલ થઈ રહ્યો છે. રાજકોટના રણછોડનગરમાં રહેતા શાંતિલાલ અને મિત્ર નારણભાઈ વચ્ચેનો આ ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. જેના કારણે આખા ગુજરાતની પ્રજા પેટ પકડીને હસી રહી છે.

યુદ્ધની સ્થિતિ વચ્ચે હાસ્યના આ સર્જક શાંતિલાલ આખરે રાજકોટથી મળી આવ્યા છે. શાંતિલાલ અગ્રાવત મૂળ કસ્તુરબા ત્રંબાના વતની છે અને હાલ રાજકોટના રણછોડનગરમાં રહે છે. જ્યારે તેમણે જેને કોલ કર્યો હતો એ નારણભાઇ ઉર્ફે મોંઘાભાઇ અભરામભાઈ ટીલાવત વાંકાનેરના ટોડા ગામના છે.

મીડિયાને આપેલી મુલાકાતમાં શાંતિલાલે જણાવ્યું હતું કે, હું સમાજસેવા અને એક્સિડેન્ટ ક્લેઇમનું કામ કરૂ છું. યુદ્ધ ચાલું થતા મને એક વિચાર આવ્યો કે, ચાલો આમાં કંઈક રમૂજ કરીએ. મને અને સમાજને આ ઓડિયો ક્લિપમાં આનંદ આવ્યો છે. હું કોઈનું હિત જોખમાય એવું હું કંઈ બોલ્યો નથી.

શાંતિલાલે ઉમેર્યું હતું કે, એક રાત્રે હું જ્યારે સૂતો હતો ત્યારે વિચાર આવ્યો હતો કે, પુતિને બે માણસને મારી નાંખ્યા તો હવે એને કોણ સમજાવે? એટલે મેં નારણભાઈ સાથે રમૂજ કરવા વાતચીત કરી હતી. શાતિલાલ અને નારણભાઈ વચ્ચેની આ ઓડિયો ક્લિપે માત્ર ગુજરાત જ નહીં પણ ગુજરાત બહાર વસતા ગુજરાતીઓએ પણ પેટ પકડીને હસાવ્યા છે. શાંતિલાલે કહ્યું હતું કે તેને તો ખ્યાલ જ નહોતો કે આ ઓડિયો ક્લિટ આટલી વાઈરલ થશે.

આ રહી ઓડિયો ક્લિપની વાતચીત…

  • શાંતિલાલ: હાલો સિતારામ
  • નાયણભાઈ: હા જય સિતારામ. બોલો બોલો
  • શાંતિલાલ: હવે…રશિયા અને યુક્રેનનું યુદ્ધ ફાટી નીકળ્યું છે અત્યારે.
  • નાયણભાઈ: ત્યાં?
  • શાંતિલાલ: અત્યારે ધડબાટી બોલે છે. આખા યુક્રેન ઉપર ચારેકોરથી મિસાઈલ ત્રાટકે છે, આ રશિયાની, આ પુતિનની.
  • નાયણભાઈ: હહહ.. આપણે તો કાંઈ વાંધો નહીં ને?
  • શાંતિલાલ: આપણે અહીં છે ને નાયણભાઈ મોંધાઈ ફાટી નીકળશે. 500 રૂપિયાનું પેટ્રોલ થઈ જશે ભાઈ.
    નાયણભાઈ: એમ?
  • શાંતિલાલ: હા અને ડબ્બો છે ને 5000 હજારનો તેલનો ડબ્બો થઈ જશે.
  • નાયણભાઈ: 5000 હજારનો એમ ને.
  • શાંતિલાલ: હા. આજે પાછો મારો ચોવીસ બે છપ્પપનનો જન્મદિવસ છે.
    નાયણભાઈ: હહહ
  • શાંતિલાલ: અને મેં ફેક્ષ કર્યો રશિયા પતિનને. કીધું કે આજનો દિવસ યુદ્ધ અટકાવી દ્યો, તો મારો બેટો મારી પર ખારો થયો.
  • નાયણભાઈ: (હસતા હસતા): લે આલે.
  • શાંતિલાલ: હા ખારો થયો. કહે મોદને પણ એક ઝાટકે કહી દીધું છે કે ખબરદાર જો મારી સામે આંગણી ચિંધી તો.
  • નાયણભાઈ: લે..
  • શાંતિલાલ: મનેય ઠપકો દીધો મીઠો કે એલા રહેવા દે હમણા.
  • નાયણભાઈ: હહહહ
  • શાંતિલાલ: અને અમારી જમીન આ લોકો વધુ પચાવી પાડી છે, યુક્રેનવાળાએ.
  • નાયણભાઈ: હહહ બરોબર
  • શાંતિલાલ: અને કોઈની તાકાત નથી. મને મારી જમીન પાછી દે નહીંતર કહે હું લાશોના ઢગલાને ઢગલા કરી દઈશ આખી દુનિયામાં.
  • નાયણભાઈ:હહહહ
  • શાંતિલાલ: અને પતિન મારું પણ ન માન્યો નાયણભાઈ. ફેક્ષ કર્યો તો પણ.
  • નાયણભાઈ: બરોબર.
  • શાંતિલાલ: નહીંતર અમારો વાળંદ છે ને..પુટિન.
  • નાયણભાઈ: હહહ
  • શાંતિલાલ: રશિયાનો પ્રેસિડન્ટ છે ને એ અમારો વાળંદ છે.
  • નાયણભાઈ: બરોબર.
  • શાંતિલાલ: અને છેટે છેટે થોડા સગા પણ છે, સમજ્યા?
  • નાયણભાઈ: બરોબર.
  • શાંતિલાલ: અને આતો આપણે બહાર ન પડાય, નહીંતર એક કરતાં બે થાય. નહીંતર દુનિયા મને ઠપકો દે કે શાંતિલાલ આને કંઈક સમજાવ.
  • નાયણભાઈ: હહહ
  • શાંતિલાલ: પણ આપણે તો નરોવા કુંજરો વા, સમજ્યા.
  • નાયણભાઈ: હહહ
  • શાંતિલાલ: હા બકુલભાઈ બાવાજી ન રહ્યા એને પણ મને કીધું કે આને કાંઈક તમે પુટિનને કહોને કે કંઈ કરે નહીં.
    નાયણભાઈ: બરોબર. ક્યાં છો અત્યારે?
  • શાંતિલાલ: હું અત્યારે રણછોડનગરમાં છું. અમારે ભાઈઓનો દીકરો નટુ ગુજરી ગયો છે ને, એનું આજે બેસણું છે.
    નાયણભાઈ: ત્યાં છો એમ ને?
  • શાંતિલાલ: અને શનિવાર બપોર પછી શિવરાત્રિના મેળામાં જાવાનો છું અને ત્રિસેક મણ લાહા લાડવા લેતો જાવ છું.
    નાયણભાઈ: હહહ
  • શાંતિલાલ: હા એ ભંડોળ ઉભું થઈ ગયું અને સરધારમાં લાડવાનો ઓર્ડર દઈ લીધો છે.
  • નાયણભાઈ: બરોબર.
  • શાંતિલાલ: નેવું રૂપિયાના કિલો.
  • નાયણભાઈ: હા જે કાંઈ બે-પાંચ રૂપિયાનું પૂણ્ય થયું એ કાં?
  • શાંતિલાલ: જે પૂણ્ય થયું એ. બોલો બીજું નવીનમાં.
  • નાયણભાઈ: નવીનમાં બીજું કાંઈ નહીં. આવજો બીજું શું
  • શાંતિલાલ: એ હા હો ભલે ભલે હો.
  • નાયણભાઈ: ટાઈમ મળે ત્યારે આવજો.
  • શાંતિલાલ: એ હા હો નાયણભાઈ, ચિંતા ન કરતાં.
  • નાયણભાઈ: જે સિતારામ હો સિતારામ
You cannot copy content of this page