ડૉક્ટર પત્નીએ લીધી એવી સેલ્ફી કે માત્ર 24 કલાકની અંદર જ પરિવાર થઈ ગયો વેરવિખેર

આજકાલ લોકોમાં સેલ્ફીનો ક્રેઝ વધી રહ્યો છે. એક જોરદાર ક્લિક માટે લોકો ગમે તેવા જોખમ ઉઠાવવા પણ તૈયાર થઇ જાય છે. આ કારણે જ સેલ્ફીની દિવાનગી કેટલીક વખત મોતનું કારણ બની જાય છે. આવી જ એક ઘટના ભોપાલ નજીક હલાલી ડેમ પાસે બની. અહીં પતિ પત્ની ડેમ પર ફરવા આવ્યા હતા પરંતુ સેલ્ફીના ચક્કરમાં પત્નીનો પગ સ્લીપ થયો અને બેલેન્સ બગડ્યું અને પત્ની 10થી 12 ફૂટ ઊંડા પાણીમાં પડી ગઇ. આ સમયે પતિએ મદદ માટે બૂમો પાડી ‘કોઇ મારી હિમાનીને બચાવો’ પરંતુ લાંબા સમય સુધી શોધ કર્યાં બાદ પણ પત્નીનો કોઇ પત્તો ન લાગ્યો.

ભોપાલમાં રહેતા ડોક્ટર ઉત્કર્ષ મહેતા તેમની પત્ની હિમાની સાથે ભોપાલથી લગભગલ 40 કિલોમીટર દૂર હલાલી ડેમ ફરવા આવ્યાં હતા. રજા હોવાથી લાંબા સમય સુધી બંને ડેમ પર ફરતા હતા. આ સમય દરમિયાન તેમણે અનેક ફોટો પણ ખેંચી. જો કે તેમને ક્યાં ખબર હતી કે, આ તમામ તસવીર તેમની આખરી તસવીર બની જશે.

ઉત્કર્ષ મિશ્રા પત્નીથી થોડા દૂર હતા અને મોબાઇલ ચલાવવામાં વ્યસ્ત હતા. આ સમયે તેમની પત્ની ડેમના નીચેના ભાગ વેસ્ટ વિયરમાં દીવાલ પાસે નીચે બેસીને સેલ્ફી લેવા માંડી. ચઢતી વખતે અચાનક તેમનો પગ સ્લિપ થઇ ગયો. પગ સ્લિપ થતાં તે 10થી 12 ફૂટ ઊંડા પાણીમાં પડી ગઇ.

ઘટનાસ્થળે લોકોની ભીડ જમા થઇ ગઇ. જો કે કોઇ હિમાનીને પાણીમાંથી બહાર ન કાઢી શક્યું. આ સમચે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અને આખી રાતે રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું. જો કે બોડીને ન શોધી શકાય. સોમવારે પણ રેસક્યૂ ઓપરેશન ચાલ્યું પરંતુ હિમાનીનો કોઇ પતો ન લાગ્યો.

ઘટના બાદ મીડિયાને ડો. ઉત્કર્ષે જણાવ્યું કે, ‘હું અને હિમાની ભોપાલની વીણાવાદિની આયુર્વૈદિક કોલેજમાં ડોક્ટર તરીકે સેવા આપી રહ્યાં છીએ. અમારા લગ્ન 9 વર્ષ પહેલા થયા હતા. અમારે બે બાળકો પણ છે. હર્યો ભર્યો પરિવાર હતો પરંતુ આ દુર્ઘટનાએ બધું જ ખતમ કરી દીધું’

તો બીજી તરફ રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહેલા કરારિયા પોલીસ સ્ટેશનના અધિકારી અરૂણ સિંહે જણાવ્યું કે, ‘આખી રાત પોલીસની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવ્યું. ડેમના વેસ્ટ વીયરમાં ખૂબ જ ઉબડ ખાબડ જમીન છે તેમજ ખીણો પણ છે. અહીં રાત્રે રેસ્કયૂ ઓપરેશન થોડું મુશ્કેલ છે. સવારે ફરી સર્ચ ઓપરેશન શરૂ કરાશે.

દુર્ઘટના બાદ હલાલી ડેમ પર લોકોની ભીડ જમા થઇ ગઇ હતી. સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઇ ગઇ હતી. ડેમ પર ફરી રહેલા લોકો પણ તેમના પરિવાર સાથે ફટાફટ ઘરે જવા નીકળી ગયા.