Only Gujarat

Bollywood

સલમાન ખાને કર્યું એવું કામ કે તમે પણ બોલી ઉઠશો વાહ…ભાઈજાન શું વાતે છે?

મુંબઈ: સલમાન ખાને ફેબ્રુઆરીમાં મહારાષ્ટ્રના ખિદ્રાપુર ગામના લોકોને ઘર બનાવી આપવાનું વચન આપ્યું હતું અને હવે આ વચન પુરું કર્યું છે. તેઓ મહારષ્ટ્રના પૂર પ્રભાવિત ખિદ્રાપુર ગામના ઘરોમાં પુનઃનિર્માણમાં મદદ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે તેમણે આ ગામને દતક લીધું હતું જે 2019માં પૂરથી ખૂબ જ પ્રભાવિત થયું હતું. ઘરનું પુનઃનિર્માણ શરૂ કરતા પહેલા કેબિનેટ મંત્રીએ પુષ્ટિ કરી છે.

મંત્રીએ ટ્વીટ કર્યુંઃ મહારાષ્ટ્ર સરકારમાં કેબિનેટ મંત્રી રાજેન્દ્ર પાટીલે ટ્વીટ કરીને કહ્યું કે, 70 પ્રભાવિત ઘરમાં કામ આખરે શરૂ થઈ ગયું છે. સલમાન ખાનનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે- અભિનેતાની મદદથી સરકાર 70 પરિવારને તેમના ઘરના પુનઃનિર્માણમાં મદદ કરવા સક્ષમ રહી છે.

ફેબ્રુઆરીમાં સલમાને એક કંપનીની મદદથી ગામના લોકોને ઘર બનાવી આપવાનું વચન આપ્યું હતું જેમના ઘર 2019માં આવેલા પૂરથી પ્રભાવિત થયા હતા. આ દરમિયાન સલમાન ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ પર તેની જાણકારી આપી હતી.

‘બિગ બૉસ’ કરશે હૉસ્ટઃ સલમાન ખાનની ફિલ્મ ‘રાધેઃ યોર મોસ્ટ વૉન્ટેડ ભાઈ’ને ઈદ પર રિલીઝ કરવાની હતી, પરંતુ કોરોના મહામારી અને લૉકડાઉનના કારણે ફિલ્મની રિલીઝ ટાળી દેવામાં આવ છે. તે બિગ બૉસની નવી સિઝનની યજમાની કરવાની સાથે પાછી આવી રહ્યા છે. એક દાયકાથી આ શો સાથે જોડાયેલા સલમાન ખાન હવે બિગ બૉસ 14માં જોવા મળશે, જેના પ્રોમો હાલમાં રિલીઝ થયા છે.

You cannot copy content of this page