Only Gujarat

Bollywood

સલમાન ખાન જન્મદિવસ પર ના મળી શક્યો લાડલી બહેનને, જીજાએ કર્યું આ રીતે WISH

મુંબઈઃ સલમાન ખાનની બહેન અર્પિતા ખાન 31 વર્ષની થઈ ગઈ છે. 1989માં જન્મેલી અર્પિતાના પતિ આયુષ શર્માએ રોમેન્ટિક અંદાજમાં વિશ કર્યું. સલમાન ખાનના બનેવી આયુષે ઇન્સ્ટાગ્રામ પર પત્ની અર્પિતા સાથે ફોટો શેર કરી ઇમોશનલ મેસેજ પણ લખ્યો હતો. જેમાં તેમણે કૅપ્શનમાં લખ્યું, ‘સૌથી સ્ટ્રોન્ગ લેડીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા.’ આ ઉપરાંત તેમણે લખ્યું કે, ‘તમારો જન્મદિવસ અમારા પરિવાર માટે ખૂબ જ ખાસ અવસર છે, કેમ કે અમે એક અદભુત દીકરી, બહેન, પત્ની, માનો જન્મદિવસ ઉજવી રહ્યાં છીએ, પણ વધારે મહત્ત્વપૂર્ણ વાત છે કે, તે અદભુત વ્યક્તિ છે. લવ યૂ અર્પિતા’

ઉલ્લેખનીય છે કે, અર્પિતા-આયુષના લગ્નને 5 વર્ષ પૂરા થઈ ગયા છે. કપલના લગ્ન 18 નવેમ્બર, 2014માં હૈદરાબાદના ફલકનુમા પેલેસમાં થયા હતાં.

અર્પિતા અને આયુષની પહેલી મુલાકાત વર્ષ 2013માં એક પાર્ટીમાં થઈ હતી. બંનેને એક કૉમન ફ્રેન્ડે મળાવ્યાં હતાં. આયુષે અર્પિતાને પહેલી નજરમાં પ્રેમ થઈ ગયો હતો.

અનેક મુલાકાતો બાદ આયુષે અર્પિતાને એક પાર્ટી દરમિયાન બધાને સામે પ્રપોઝ કર્યું હતું. આ અર્પિતા માટે સૌથી ખાસ ક્ષણ હતી.

અર્પિતાએ હા કહ્યાં પછી બંનેએ ફેમિલીના સભ્યો મળ્યા અને તેમના લગ્ન નક્કી કર્યાં હતાં.

આયુષ શર્મા એક બિઝનેસમેન છે અને તે રાજકીય પરિવારથી આવે છે.

અર્પિતા અને આયુષના બે બાળકો છે દીકરો આહિલ અને દીકરી આયત. આયતનો જન્મ સલમાન ખાનના બર્થ ડેના દિવસે એટલે કે, 27 ડિસેમ્બરે થયો હતો.

અર્પિતાને પાર્ટીઓમાં જવાનો ખૂબ જ શોખ છે. તે દરેક વર્ષે તેમના બર્થે ડે પર લૅવિશ પાર્ટી ઓર્ગેનાઇઝ કરે છે. જોકે, કોરોનાને લીધે આ વખતે પાર્ટી આપશે નહીં.

સલીમ ખાન અને સલમાન ખાન સાથે અર્પિતા અને આયુષ શર્મા

You cannot copy content of this page