Only Gujarat

Gujarat

સગીરાને તેના જ પરિવારમાંથી કોઈ એ બનાવી ગર્ભવતી, નામ જાણીને બધા ધ્રુજી ગયા

ગોંડલની સિવિલ હોસ્પિટલમાં 13 વર્ષની તરુણીએ બાળકીને જન્મ આપતાં તેના પર તેના મોટાબાપુએ મધ્યપ્રદેશના અલીરાજપુરમાં દુષ્કર્મ આચર્યું હોવાનો પર્દાફાશ થયો હતો. પોલીસે તરુણીની ફરિયાદ બાદ આરોપીને જેલહવાલે કરી દીધો હતો. વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.

સગીરા ને જમવાનું આપવાની લાલચ આપી ઘરમાં બોલાવી
મધ્ય પ્રદેશના અલીરાજપુરના કોહીવાવ સ્કૂલ ફળિયામાં દાદા-દાદી સાથે રહેતી આદિવાસી પરિવારની તેર વર્ષની સગીરા પોતાના ઘર પાસે હાથમાં માત્ર રોટલી લઈ ઊભી હતી. ગરીબ પરિવારની આ બાળાને રોટલી સિવાય નસીબમાં અન્ય કોઈ અન્ન નહોતું, આ વેળા બાજુમાં જ રહેતા તેના મોટાબાપુ રમેશ નાનજી મેડાએ તરુણીને દાળ-શાકની લાલચ આપી ઘરમાં બોલાવતાં ઘરમાં ગયેલી માસૂમ તરુણી પર હવસી બનેલા મોટાબાપુએ દુષ્કર્મ ગુજાર્યુ હતું. દુષ્કર્મ બાદ તરુણી એટલી બધી ડઘાઇ ગઇ હતી કે કોઇને કશી વાત પણ કરી શકી ન હતી.

માતા-પીતા વિનાની તરુણી અનાથ જેવી હાલત રહેતી
ઘટનાની દર્દનાક બાબત તો એ છે કે તરુણીના પિતાનું સાત વર્ષ પહેલાં અવસાન થયું છે અને માતાએ બીજા લગ્ન કર્યા છે. પિતાના અવસાન બાદ માતા પણ બીજું ઘર કરી ચાલી ગઈ હોવાથઈ અનાથ જેવી હાલત અનુભવતી તરુણી તેના ભાઈ, ભાંડુ, દાદા સાથે રહેતા હતા. સમય પસાર થતા તરુણી ગર્ભવતી હોવાની પરિવારને જાણ થતાં બનાવ અંગે અલીરાજપુરના આઝાદનગર થાણામા પોલીસ ફરિયાદ થતાં પોલીસે દુષ્કર્મ આચરનાર મોટાબાપુ રમેશને ઝડપી લઇ જેલહવાલે કર્યો હતો.

તરુણી અને ફૂલ જેવી બાળકી હવે કાકા-કાકીના સહારે
આજે ઢગો રમેશ જેલ હવાલે કરી દેવામાં આવ્યો છે. જ્યારે તરુણીએ ફૂલ જેવી તંદુરસ્ત બાળકીને ગોંડલ સિવિલ હોસ્પિટલમાં જન્મ આપ્યો છે. તેર વર્ષીય દીકરી ગર્ભવતી બનતાં હાલ હડમતાળામાં ખેતમજૂરી કરતાં તેનાં કાકા-કાકી દેખભાળ કરી રહ્યાં છે.

You cannot copy content of this page