Only Gujarat

International

સેક્સ માણતા પહેલા જ પ્રેમી કોન્ડોમમાં પાડી દેતો કાણું ને પછી… કલ્પના બહારની બની ઘટના

કપલ પોતાની વચ્ચે પ્રેમ વધે એ માટે શું નથી કરતા. એકબીજા માટે ફૂલ લઈ જવાથી લઈને પસંદગીનું ભોજન બનાવવા સુધીના કેસ તમે સાંભળ્યા હશે.પરંતુ યૂકેમાં રહેતા એક શખ્સે પોતાની પાર્ટનરની સાથે ઈન્ટિમસી વધારવા માટે કોંડોમમાં કાણા પાડવાનું શરૂ કરી દીધું. શખ્સની પાર્ટનર ફિઝિકલ રિલેશનની સહમતિ પ્રોટેક્શન સાથે આપતી હતી. પરંતુ શખ્સને કોંડોમ યૂઝ કરવા પર એવું લાગતું હતું કે તેનો પ્રેમ ઓછો થઈ જાય છે. એટલે તે સેક્સની ઠીક પહેલા કોંડોમમાં કાણું પાડી દેતો હતો. જ્યારે પ્રેમિકાને આ વિશે ખબર પડી કે તેણે શખ્સ પર કેસ કર્યો. હવે કોર્ટે તેને રેપનો દોષી માનતા ચાર વર્ષની જેલની સજા સંભળાવી છે. આ મામલો હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે.

યૂકેની વૉરસેસ્ટર કોર્ટે એક મામલાની સુનાવણી કરતા પ્રેમીને રેપના આરોપમાં ચાર વર્ષની સજા સંભળાવી છે. આ કોઈ જબરદસ્તીનો મામલો નથી. તેમાં કપલે સંબંધ તો સહમતિથી બનાવ્યા હતા. પરંતુ તો પણ આરોપ રેપનો લાગ્યો.

આ અજીબોગરીબ મામલો યૂકેમાં સામે આવ્યો. અહીં રહેતા 47 વર્ષના એંડ્રૂ લેવિસ હવે ચાર વર્ષ જેલમાં રહેશે. તેના પર પ્રેમિકા પર રેપ કરવાનો આરોપ છે. બંને સેક્સ તો સહમતિથી કરતા હતા. પરંતુ શખ્સ સંબંધ બનાવતા પહેલા કોન્ડોમમાં કાણું પાડી દેતો હતો.

વ્યવસાયે ટ્રેન ડ્રાઈવર એંડ્રૂએ જણાવ્યું કે જ્યારે તે કોન્ડોમ પહેરતો હતો ત્યારે તેને એવું લાગતું હતું કે તે પોતાની પ્રેમિકાથી દૂર છે. તેને પ્રેમનો અનુભવ નહોતો. એટલે તે એક પિનથી તેમાં કાણું પાડી દેતો હતો.

મહિલાને તેને લઈને શંકા ગઈ. જ્યારે તેણે એક વાર સવારે ડસ્ટબિન ચેક કરી તો યૂઝ્ડ કોન્ડોમમાં કાણા હતા. સાથે જ મહિલાને ડ્રોવરમાં પિન પણ મળી. તેણે શખ્સને પૂછ્યું તો તેણે ઈન્ટિમસી બનાવવા માટે આવું કરવાની વાત સ્વીકારી. જે બાદ મહિલાએ કોર્ટમાં કેસ કર્યો. મહિલાએ સાફ કર્યું કે તેનો પ્રેગનેન્સીનો કોઈ વિચાર નહોતો. તે સેક્સ માટે હા પ્રોટેક્શનની સાથે જ કહેતી હતી. પરંતુ શખ્સે તેનો વિશ્વાસ તોડી દીધો.

કોર્ટે પણ મામલામાં મહિલાનો પક્ષ લેતા શખ્સ પર રેપનો આરોપ લગાવ્યો. સાથે જ તેને ચાર વર્ષની જેલની સજા સંભળાવી છે. કોર્ટે તેને ખૂબ જ દુષ્ટ આચરણ ગણાવ્યું. કોર્ટનો નિર્ણય સાંભળ્યા બાદ એંડ્રૂએ તેને અત્યાર સુધીનું સૌથી બેવકૂફી ભર્યું કામ જણાવ્યું. તેણે કોર્ટમાં માફી પણ માંગી. પરંતુ તેણે આગામી ચાર વર્ષ સુધી તેણે જેલમાં જ રહેવું પડશે.

You cannot copy content of this page