એક ખૂબ જ શોકિંગ અને દુખદ બનાવ સામે આવ્યો છે. લગ્ન બાદ ખૂબ ખુશ એક કપલને કોઈની નજર લાગી ગઈ. નવો સંસાર શરૂ કર્યાને હજી માંડ 25 દિવસ પણ નહોતા થયાને દંપતી પર કાળ ત્રાટક્યો હતો. દુલ્હનના હાથની હજી મહેંદી પણ નહોતી સુકાઈને પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. લગ્ન બાદ હનીમૂન માનવવા ગયેલા કપલનું દર્દનાક મોત થયું હતું.

પ્રાપ્ત વિગત મુજબ હરિયણાના ડબકોલીમાં રહેતા 25 વર્ષીય વિશાલ કુમાર જાટના નેહા નામની યુવતી સાથે 25 દિવસ પહેલાં લગ્ન થયા હતા. લગ્ન બાદ દંપતી ખુશખુશાલ દેખાતું હતું. પરિવારમાં પણ નવી વહુ આવ્યાથી ઉત્સાહનો માહોલ હતો. દરમિયાન ગઈ 21 ફેબ્રુવારીના રોજ કપલ કારમાં સવાર થઈને રાજસ્થાન હનીમૂન મનાવવા ગયું હતું.

હનીમૂન મનાવવા ઘરેથી નીકળેલા આ કપલને ક્યાં ખબર હતી કે તેનો આ પ્રવાસ જિંદગીનો છેલ્લો પ્રવાસ છે. તે પછી ક્યારેય ઘરે જીવતા પાછા નહીં ફરી શકે. આ હસીખુશી જતાં આ કપલની કારને રાજસ્થાનના ચુરુ જિલ્લાના સરદારશહેર નજીક એક ટ્રકે જોરદાર ટક્કર મારી હતી. જેમાં દંપતીને ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાસ્થળે હાજર લોકોએ કપલને હોસ્પટલ ખસેડ્યુ હતું. પણ બંનેએ રસ્તામા જ દમ તોડી દીધો હતો.

કપલના મૃતદેહોને હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા. પરિવારજનો આવ્યા બાદ પોલીસે પોસ્ટમોર્ટ કરાવી મૃતદેહો સોંપ્યા હતા. મૃતકના ભાઈ સંજીવકુમારની ફરિયાદ પરથી પોલીસે કેસ નોંધી તપાસ હાથ ધરી છે.

કપલના એક સાથે મૃતદેહો ઘરે પહોંચતા ગામમાં કરુણ કલ્પાંત સર્જાયો હતો. પરિવારજનોના હૈયાફાટ રુદનથી આખું ગામ ધ્રુજી ઉઠ્યું હતું. આ તકે હાજર સૌ કોઈ ગામલોકોની આંખો પણ ભરાઈ આવી હતી.