રીશિ કપૂરની દીકરીએ મનાવ્યો ધામધૂમથી જન્મદિવસ, ભાભી આલિયા ભટ્ટ રહી ખાસ હાજર

મુંબઈઃ દિવંગત અભિનેતા ઋષિ કપૂર અને અભિનેત્રી નીતુ કપૂરની દીકરી રિદ્ધિમા કપૂર સાહનીએ હાલમાં જ મુંબઈમાં પોતાનો 40મો જન્મદિવસ મનાવ્યો. આ ખાસ અવસર પર નીતુના ઘર પર સેલેબ્સ આવ્યા હતા, જેમાં કરીના કપૂર ખાન, તેના પતિ સૈફ અલી ખાન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને કરિશ્મા કપૂર સામેલ હતા. રિદ્ધિમાએ ઈન્ટસ્ટાગ્રામ પર પોતાના બર્થ ડે સેલિબ્રેશનની કેટલીક તસવીરો શેર કરી.

એક તસવીરમાં ભાઈ રણબીર અને આલિયા સદાબહાર ગીત ‘આપ જૈસા કોઈ’ પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા, જે 1980માં આવેલી ફિલ્મ ‘કુર્બાની’નું ગીત છે.

વીડિયોમાં રિદ્ધિમા કપૂરના પતિ ભરત કપૂર, માતા નીતુ કપૂર સહિત સંબંધીઓ ડાન્સ કરતા જોવા મળ્યા હતા.

કરીનાએ રિદ્ધિમાને જન્મદિવસની શુભેચ્છા આપતા એક જૂની તસવીર પણ શેર કરી હતી, જેમાં કરીના, કરિશ્મા અને રિદ્ધિમા પોતાના દાદા રાજ કપૂરના ખોળામાં બેઠેલાં જોવા મળ્યાં હતાં.

ઉલ્લેખનીય છે કે રિદ્ધિમા કપૂર, કરીના-કરિશ્માના કાકા ઋષિ કપૂરની દીકરી છે અને રણબીર કપૂરની સગી બહેન છે.

આ દરમિયાન બેબોનો બેબી બંપ પણ દેખાઈ રહ્યો હતો.

આ તસવીરમાં તમે રિદ્ધિમા કપૂરને તેમની બર્થ ડેની કેક કાપતા જોઈ શકાય છે.

આલિયા ભટ્ટે સેલિબ્રેશનની આ તસવીર શેર કરી છે.

તસવીરોથી સ્પષ્ટ છે કે, આ દરમિયાન તમામે એકબીજા સાથે ખૂબ જ મસ્તી કરી હતી.