Only Gujarat

Business FEATURED

મુકેશ અંબાણીના નોકરોના બાળકો ભણે છે અમેરિકામાં, જાણો નોકરોને મહિને આપે છે કેટલો પગાર

મુંબઈઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સીએમડી મુકેશ અંબાણી વિશ્વના પાંચમા સૌથી મોટા ધનિક વ્યક્તિ છે. ભારત સહિત એશિયામાં સૌથી કોઈની પાસે તેમના જેટલી સંપત્તિ નથી. તેઓ વિશ્વના સૌથી મોંઘા ઘરમાંથી એકમાં રહે છે. મુંબઈ સ્થિત એન્ટિલિયામાં તમામ પ્રકારની સુવિધાઓ છે. અંબાણી પરિવારની લાઈફસ્ટાઈલની ચર્ચા તો હંમેશા થતી રહે છે, પરંતુ શું તમે જાણો છો કે મુકેશ અંબાણીના રસોઈયાને કેટલી સેલેરી મળે છે? આજે અમે તમારી સમક્ષ આવી જ કંઈક માહિતી રજૂ કરી રહ્યાં છીએ.

એન્ટિલિયામાં 600 જેટલા નોકરો કામ કરે છે, જોકે મુકેશ અને નીતા અંબાણી તેમને પોતાના પરિવારના સભ્યની જેમ જ ટ્રીટ કરે છે. આ જાણીને ઘણા લોકોને નવાઈ લાગશે કે મુકેશ અંબાણીને ઘરે કામ કરતા કર્મચારીઓમાંથી 2ના બાળકો અમેરિકામાં અભ્યાસ કરે છે.

લાઈવ મિરરની રિપોર્ટ અનુસાર, એન્ટિલિયામાં કામ કરતા સ્ટાફમાંથી કોઈનો પગાર 2 લાખ રૂપિયાથી ઓછો નથી. એટલે કે તેમના રસોઈયાને 2 લાખથી ઓછા તો નહીં જ મળતા હોય.

મુકેશ અંબાણીના ત્યાં કામ કરતા સ્ટાફની સેલેરીમાં એજ્યુકેશન અલાઉન્સ અને વીમો પણ સામેલ છે. જો કોઈ એમ વિચારતું હોય કે, 2 લાખથી વધુની સેલેરી મેળવતા રસોઈયા અંબાણી માટે 56 જાતની વાનગીઓ બનાવતા હશે તો એ ખોટું છે. મુકેશ અંબાણીને સાદું ભોજન ગમે છે.

મુકેશ અંબાણીને પરંપરાગત ગુજરાતી વાનગીઓ જ ગમે છે. મુકેશ અંબાણીને ઈડલી-સાંભર પણ ઘણું ભાવે છે. મુકેશ અંબાણી પોતે પણ ઘણીવાર ભોજન બનાવે છે, નીતા અંબાણીએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે- તેમના ઘરે સૌથી સારું ભોજન દીકરી ઈશા બનાવે છે.

You cannot copy content of this page