Only Gujarat

FEATURED Gujarat

કાઠીયાવાડી યુવાનનો કમાલ, બનાવ્યું એકદમ સસ્તુ મશીન, કલાકોનું કામ થાય છે ચપડી વગાડતા

કહેવાય છે ને કે ભણતર કરતાં ગણતર વધુ કામ આવે છે. અમુક લોકોનું મગજ જન્મથી જ ક્રેએટિવ છે. આ લોકો કંઈકને કંઈક અનોખું કરતા રહે છે. આવો જ એક કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. અહીંના એક યુવાને પોતાનું ભેજું લગાવીને એવું મશીન બનાવ્યુ છે કે કલાકોનું કામ થોડીક જ મિનિટોમાં થઈ જાય છે. યુવાનના બનાવેલા આ મશીનને ખરીદવા માટે છેક અમરિકાથી ઓર્ડર આવી રહ્યા છે.

રાજકોટમાં રહેતાં જગદીશભાઈ બરવાડિયા નામના યુવાને આ બેટેટાની વેફર્સ બનાવવું મશીન વિકસાવ્યું છે. હાલ ઉનાળાની સિઝનમાં ગુજરાતમાં અથાણા અને વેફર્સ બનાવવાની સિઝન ચાલે છે. મોટા ભાગની મહિલાઓ આખા વર્ષની વેફર્સ એક સાથે બનાવતી હોય છે. હાથથી વેફર્સ બનાવવાનું કામ સમય માગી લે તેવું છે. આવી સ્થિતમાં જગદીશભાઈ બરવાડિયાનું આ મશીન મહિલાઓની સમસ્યાનું સમાધાન કરે છે. થોડીક જ મિનિટમાં ખૂબ જ સરળતાથી મોટી સંખ્યામાં વેફર્સ બનાવી આપે છે.

મૂળ કુવાડવા પાસેના ફાડદંગ ગામના વતની જગદીશભાઈએ 10 સુધી અભ્યાસ કરી શક્યા હતા. તેમને ભણવાનો શોખ હતો પણ ગરીબીના કારણે તેમને ભણતર છોડવું પડ્યું હતું. જોકે ભણતર કરતાં તેમની પાસે ગણતર વધું હતું. તેમનું મગજ ક્રિએટિવ વર્ક તરફ વધુ દોડતું હતું. આમ તેમણે મગજ દોડાવીને વેફરનું મશીન બનાવી કાઢ્યું હતું.

આ અંગે જગદીશભાઈ બરવાડિયાએ વેબ પોર્ટલ ‘ધ બેટર ઈન્ડિયા-ગુજરાતી’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું, ‘‘હું 2015 માં નોકરી કરતો હતો પણ નોકરીની આવકથી ઘર ઠીક-ઠીક ચાલતું એટલે મેં કોઈ ધંધો કરવાનું વિચાર્યું આ વિશે મે મારા સસરાને વાત કરી તો તેઓ એ મને વેફર્સ બનાવવાનું મશીન બનાવવાની ભલામણ કરી અને પોતે 20 વર્ષ પહેલાં એક મશીન બનાવ્યું હતું તેનો નમુનો બતાવ્યો, આ નમુનો જોઈ મેં મશીન બનાવવાનું નક્કી કર્યું અને વેફર્સ અને સલાડ એ આજે લગભગ દરેક ઘરે બનતી વસ્તું છે એટલે આ કામ માટે કોઈ મશીન હોવું જોઈ એવું મને લાગતું અને મને આમાં ભવિષ્યનો ધંધો નજરમાં આવ્યો”.

મશીનની ખાસિયત વિશે જણાવતા જગદીશભાઈ કહે છે કે, ‘‘મારા મશીન દ્વારા મહિલાઓને ઘણો જ ફાયદો થયો છે કેમ કે પરંરાગત રીતે વેફર્સ બનાવવાનું ઉપકરણ આવે છે તેમાં જો કોઈ મહિલા વેફર્સ બનાવે છે તો એક તો તેમા સમય વધુ લાગે છે અને બીજું ક્યારેક હાથમાં વાગવાનું પણ જોખમ રહે છે જ્યારે મારા મશીન દ્વારા ઓછા સમયમાં વધુ વેફર્સ બનાવી શકાય છે અને કોઈ દુર્ધટના થવાનું જોખમ રહેતું નથી.”

જગદીશભાઈના મશીન ગુજરાતમાં તો લગભગ દરેક શહેરમાં પહોંચી ગયા છે. સોશિયલ મીડિયા અને જે ગ્રાહકોએ મશીન ખરીદ્યા છે તેમના રેફરન્સથી મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, આંધ્રપ્રદેશથી પણ ઑર્ડર આવવા લાગ્યાં છે અને આ વર્ષે એક યુનિક અમેરિકા રહેતા ગુજરાતીનો ઑર્ડર પણ આવેલો તેમને ત્યાં કુરિયર મારફતે મશીન મોકલાવ્યું છે.

> આ મશીન અંગે વધુ માહિતી જોઈતી હોય તો તમે મશીન બનાવનાર જગદીશભાઈ બરવાડિયાનો આ નંબર પર 8866619226 સંપર્ક કરી શકો છો.

વીડિયો જોવા નીચે આપેલી લીંક પર ક્લિક કરો

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page