Only Gujarat

National

પ્રેમનો નશો એવો ચઢ્યો કે ભારતીય યુવકે 12 વર્ષ મોટી ડિવોર્સી મહિલા સાથે ફર્યાં ફેરા

કહેવાય છે કે પ્રેમનો નશો તમને સાત સમંદર પાર પણ કરાવી દે છે. આવી જ એક ઘટના 2019માં રાજસ્થાનમાં બની હતી. 9 પાસ પ્રેમીને મળવા પ્રેમિકા છેક અમેરિકાથી આવી હતી. 37 વર્ષીય ટેમી લેનિન વિલિયમ અમેરિકાથી ભારત આવી હતી. તે પોતાના 12 વર્ષ નાના પ્રેમી સુનીલ વાલ્મિકીને સો.મીડિયામાં મળી હતી. સુનીલ 25 વર્ષનો છે. બંને વચ્ચે દોઢ વર્ષથી મુલાકાત હતી. તેમને ખ્યાલ જ ના આવ્યો કે તેમની વચ્ચે ક્યારેય પ્રેમ થઈ ગયો હતો.

આ કિસ્સો રાજસ્થાનના શ્રીગંગાનગરનો છે. જ્યાં સુનીલ અને ટેમી લેનિન વિલિયમે સાથે જીવવાની અને સાથે મરવાની કસમ ખાધી હતી. પ્રેમિકા ટેમીને મળવા માટે સુનીલે અમેરિકા જવાનો નિર્ણય લીધો હતો. જોકે, આર્થિક તંગીને કારણે સુનીલ અમેરિકા જઈ શક્યો નહીં. આથી ટેમી બધું જ છોડીને અમેરિકાથી ભારત આવી ગઈ હતી.

હિંદુ રીત રિવાજ પ્રમાણે લગ્ન કર્યાઃ ભારત આવેલી ટીમ સૌ પહેલાં સુનીલના પરિવારને મળી હતી. પરિવારને લગ્ન સામે વાંધો નહોતો. શ્રીગંગાનગરના શહેરની વોર્ડ નંબર 8માં સુનીલ પોતાની માતા સાથે મામાના ઘરે રહેતો હતો. અહીંયા તે પીઓપીનું કામ કરતો હતો.

દોઢેક વર્ષ પહેલાં ફેસબુક પર ટેમી તથા સુનીલ વચ્ચે મિત્રતા બંધાઈ હતી. ટેમી ડિવોર્સી છે. સુનીલે પોતાની આર્થિક સ્થિતિ સહિતની માહિતી આપી દીધી હતી. તે માત્ર નવ ધોરણ પાસ છે. ટેમીને સુનીલની બધી જ ખબર હોવા છતાંય તે તેને પ્રેમ કરવા લાગી હતી. તેણે સુનીલને મળવાની ઈચ્છા પ્રગટ કરી હતી.

9 પાસ સુનીલને ટેમી સાથે અંગ્રેજીમાં વાત કરવી પડતી હતી. સુનીલને ખાસ અંગ્રેજી આવડતું નહોતું. તે ગૂગલ ટ્રાન્સલેટરની મદદથી ટેમી સાથે અંગ્રેજીમાં વાત કરતો હતો. સુનીલે IELTSની તૈયારી કરવાનું વિચાર્યું હતું. જોકે, આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે તે કંઈ કરી શક્યો નહીં. ટેમીએ ભારત આવવાનો નિર્ણય લીધો હતો.

સુનીલને જ્યારે જાણ થઈ કે ટેમી ભારત આવવાની છે તો તે ખુશ થઈ ગયો હતો. તેણે પોતાની માતાને આ અંગે વાત કરી હતી. પરિવારને આ સામે કોઈ વાંધો નહોતો. ટેમી દિલ્હી એરપોર્ટ આવી હતી અને સુનીલ તેને લેવા ગયો હતો. બંનેએ દિલ્હીમાં પહેલાં કોર્ટમેરેજ કર્યા અને પછી ટેમી પતિ સાથે શ્રીગંગાનગર આવી હતી. વિદેશી દુલ્હનના સ્વાગતમાં આખું ગામ ભેગું થયું હતું.

કોર્ટ મેરેદ બાદ સુનીલ તથા ટેમીએ શ્રીગંગાનગરમાં હિંદુ રીત રિવાજ સાથે બીજીવાર લગ્ન કર્યા હતા. ટેમી બે મહિના ભારત રહી હતી અને પછી અમેરિકા જતી રહી હતી. ત્યારબાદ ટેમીએ પતિ સુનીલને અમેરિકા બોલાવી લીધો હતો.

You cannot copy content of this page