Only Gujarat

National

ઝાડની એક પણ ડાળી કાપ્યા વગર બનાવ્યું ચાર માળનું મકાન, રિમોર્ટથી ચાલતી સીડી સહિતની ફેસિલિટી

આજના સમયમાં માણસની ફક્ત ત્રણ જરૂરિયાત છે રોટી, કપડાં અને મકાન. આ ત્રણ વસ્તુ માટે માણસ આખી જિંદગી મહેનત કરે છે. મોટાભાગના લોકોને પોતાનું મકાન બીજાથી અલગ હોય એવી ઈચ્છા હોય છે. આવું જ કંઈક યુનિક મકાન એક એન્જિનિયરે બનાવ્યું છે. આ ડ્રીમ હાઉસ 87 વર્ષ જૂના એક કેરીના ઝાડ પર બનાવવામાં આવ્યું છે. ચાર માળનું આ મકાન જોઈને જ લોકો મોંઢામાં આંગળા નાખી જાય છે.

રાજસ્થાનના લેક સિટી ગણાતા ઉદયપુરમાં કે પી સિંહ નામના આઈઆઈટી પાસ એન્જિનિયરે પોતાનું આ ડ્રીમ હાઉસ બનાવ્યું છે. 87 વર્ષ જૂના આંબાના ઝાડ પર બનાવેલા આ ચાર માળના મકાનમાં તમામ સાધન-સુવિધા હાજર છે. પૂરી રીતે પ્રકૃતિને જરૂરિયાતોને ધ્યાન રાખીને આ ઘરની ડિઝાઇન બનાવવામાં આવી છે.

મકાન માલિક કે પી સિંહની ઈચ્છા હતી કે તેમનું ઘર વૃક્ષોની પાસે હોય, જ્યાં શુદ્ધ હવા હોય. તે લાંબા સમયથી આ ઘરની કલ્પના કરી રહ્યા હતા. અને 2000માં તેમણે આ ટ્રી હાઉસને બનાવાની યોજન તૈયાર કરી હતી.

કે પી સિંહ આ મકાન બનાવવા માટે વૃક્ષની એક ડાળી પણ નથી કાપી નથી. તેમણે પર્યાવરણનું સંરક્ષણ કરતા આ સુંદર ઘર બનાવ્યું છે.

આ ટ્રી હાઉસ જમીનથી લગભગ 9 ફિટની ઊંચાઇ પર છે. અને તેની પૂરી હાઇટ 39 ફીટ છે. અને ઘરમાં ઉપર ચડવા માટે જે સીડી બનાવી છે તે રિમોટથી ચાલે છે.

આ ઘરની ખાસ વાત એ છે કે તેમાં ક્યાંય લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો નછી. ઘર બનાવવા માટે સ્ટીલનું સ્ટ્રકચર, સેલ્યૂલર શીટ અને ફાઇબરનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે.

મકાન મકાવવામાં વૃક્ષની ડાળનો એ રીતે ઉપયોગ કર્યો છે કે જેથી ડાયનિંગ અને ડ્રાઇંગ રૂમમાં વૃક્ષની ડાળીથી સોફા અને ટેબલ બનાવી શકાય.

પોતાનું ડ્રીમ સાચું થવાથી કે પી સિંહ આજે ખૂબ ખુશ છે. તેમના આ ઘરમાં બેડરૂમ, બાથરૂમ, કિચન સહિતની તમામ સુવિધા ઉપલબ્ધ છે.

જે લોકો પણ અહીંથી પસાર થાય અને મકાન પર એક વાર નજર પડે તો તે જોતા જ રહી જાય છે.

You cannot copy content of this page