Only Gujarat

National

4 વર્ષનો માસૂમ દીકરો બોરવેલમાં પડ્યો, અનેક લોકો બચાવવા કામે લાગ્યા, અને…

એક ચાર વર્ષીય પરિવારનો લાડલો દીકરો બોરવેલમાં ફસાઈ ગયો હતો. આ સમાચારથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. ખબર મળતાં જ તાત્કાલિક બાળકનું રેસ્ક્યુ ઓપરેશ હાથ ધરાયું હતું. જેસીબીની સાથે નિષ્ણાતોને બોલાવવામાં આવ્યા હતા. 24 કલાસ સુધી બાળકને બોરવેલમાંથી બહાર કાઢી શકાયો નહોતો. દીકરાની માતા રડી રડીને બેહાલ થઈ ગઈ ગઈ હતી. પરિવાર સતત ભગવાન પાસે પ્રાર્થના કરી રહ્યો હતો. હાજર સૌ કોઈની આંખોમાં ચિંતા સ્પષ્ટ દેખાતી હતી અને બધા હિંમત હારી ગયા હતા. પછી કંઈક એવું બન્યું કે જેની કોઈને કલ્પના નહોતી.

પ્રાપ્ત વિગત મુજબ રાજસ્થાનના સીકરના ખાટુશ્યામજી વિસ્તારમાં ચાર વર્ષીય ગુડ્ડુ નામનો બાળક બોરવેલમાં ફસાઈ ગયો હતો. એક દિવસ સુધી મહેનત છતાં બાળકને બહાર ન કાઢી શકાતા બધા હિંમત હારવા લાગ્યા હતા. જોકે નિષ્ણાતોની ટીમે ચમત્કાર કર્યો હતો. અંતે 26 કલાક બાદ બાળકને બોરવેલમાંથી કાઢવામાં સફળતા મળી હતી.

બાળક ગુડ્ડુ જેવો બહાર આવ્યો તેની માતા વળગી પડી હતી. તે એકદમ સ્વસ્થ છે. મેડિકલ તપાસ માટે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બાળક બોરવેલમાંથી જેવો બહાર આવ્યો તેને એમબ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ગુડ્ડુની માતા તથા બહેન એમ્બ્યુલન્સમાં બેસીને જ ગુડ્ડુ ક્યારે બોરવેલમાંથી બહાર આવે તેની રાહ જોતા હતા. ગુડ્ડુને સકુશળ પરત આવેલો જોઈને માતા સહિત અનેકની આંખો ભીની થઈ ગઈ હતી.

રેસ્ક્યૂ ટીમે બોરવેલની બાજુમાં બીજી સુરંગ ખોદીને ગુડ્ડુને બહાર કાઢ્યો હતો. બાળક બોરવેલમાં પડતાં પરિવાર ચિંતામાં હતો. આખી રાત ટીમે પ્રયાસ કર્યો હતો. દિવસે 11 વર્ષીય બહેન સરિતા બોરવેલની બાજુમાં જઈને ભાઈના નામની બૂમો પાડતી હતી.

બાળકના રેસ્ક્યૂ માટે એનડીઆરએફ તથા એસડીઆરએફની ટીમ આખી રાત મહેનત કરતી હતી. બીજા દિવસે સવારે રેસ્ક્યૂ ટીમે પ્રયાસ કરવાની ઝડપ વધારી હતી. સ્થાનિક તંત્ર ઘટનાસ્થળે હાજર રહ્યું હતું. બાળકની પાસે વારંવાર જાળ ફેંકવામાં આવતી હતી અને પ્રયાસ કરવામાં આવ્યો હતો કે બાળક જાળમાં બેસી જાય. એનડીઆરએફની ટીમ પણ સતત બૂમો પાડીને ગુડ્ડુને જાળમાં બેસવાનું કહેતું હતું. જોકે, બાળક જાળમાં બેસવાની બદલે તેને દૂર ફેંકતો હતો. ટીમ ગુડ્ડુની દરેક હરકત પર નજર રાખતો હતો. બોરવેલમાં પડ્યા બાદ ગુડ્ડુને 12 ઓક્સિજન સિલિન્ડરથી ઓક્સિજન પૂરો પાડવામાં આવ્યો હતો.

કેવી રીતે ઘટના બનીઃ સીકરના ખાટુશ્યામજીની નજીક ચારણકા બાસના બિજારણિયાંના ઢાણીમાં ગુરુવાર, 24 ફેબ્રુઆરીના રોજ સાંજે ચાર વાગ્યાની આસપાસ રવિન્દ્ર રમતાં રમતાં બોરવેલમાં પડી ગયો હતો. બોરવેલની ઊંડાઈ અંદાજે 400 ફૂટ છે. આસપાસના લોકોએ કહ્યું હતું કે બોરવેલને 350 ફૂટથી વધારે ભરી દેવામાં આવ્યો હતો. બોરવેલ ભરનારા મજૂરો ખાવા જતા રહ્યા હતા અને આ દરમિયાન રવિન્દ્ર રમતા રમતા બોરવેલ નજીક આવ્યો હતો અને બેલેન્સ ગુમાવતા અંદર પડી ગયો હતો.

બાળક અંદર પડતાં આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. માહિતી મળતા દાંતારામગઢ એસડીએમ રાજેશ કુમાર મીણા, પોલીસ અધિકારી રિયા ચૌધરી તથા કલેક્ટર વિપુલ ચૌધરી ટીમ સાથે આવ્યા હતા. કેમેરાથી ટીમ બાળકની હરકત પર નજર રાખતા હતા. પરિવારની હાલત રડી રડીને બેહાલ થઈ ગઈ હતી. બોરવેલમાં બાળક મૂવમેન્ટ કરતો હતો. મોડી રાત્રે અવિચલ ચતુર્વેદી, ધારાસભ્ય વીરેન્દ્ર સિંહ, એડીએમ ધારા સિંહ મીણા પણ આવ્યા હતા. લોકલ સિવિલ ડિફેન્સ તથા  એસડીઆરએફની ટીમે બોરવેલની બાજુમાં બીજો ખાડો ખોદ્યો હતો.

માતા આખી રાત જાગીઃ માતા ગુલાબદેવી તથા બે દીકરીઓ સરિતા તથા પ્રિયા આખી રાત જાગ્યા હતા. તેમણે સતત ભગવાનને પ્રાર્થના કરી હતી. માતાએ કહ્યું હતું કે તે બસ એકવાર દીકરાને સકુશળ જોવા માગે છે. માતાએ દીકરો જ્યાં સુધી બહાર ના આવ્યો ત્યાં સુધી અન્નનો એક દાણો પણ ખાધો નહોતો.

40 ફૂટ પર ફસાયો હતોઃ હાજર રહેલા લોકોએ કહ્યું હતું કે રવિન્દ્ર ઉર્ફે ગુડ્ડુ બોરવેલમાં 40 ફૂટ પર ફસાઈ ગયો હતો. તે રેસ્ક્યૂ ટીમ તથા પિતાના સવાલોનો જવાબ અંદરથી આપતો હતો.

You cannot copy content of this page