કિંજલ દવે બાદ હવે રાજલ બારોટનો ધમાકો, ખરીદી લાખો રૂપિયાની વૈભવી કાર

ગુજરાતના જાણીતા લોક ગાયક મણિરાજ બારોટની લાડલી પુત્રી રાજલ બારોટે આજે એક લક્ઝુરિયસ કાર ખરીદી હતી જેની તસવીરો સોશિય મીડિયામાં પોસ્ટ કર્યા હતાં. લક્ઝુરિયસ કારનની ડિલીવરી સમયે રાજલે કાર પર પિતાનો ફોટો મૂક્યો ત્યાર બાદ પૂજા કરી હતી પછી કાર પાસે ઉભા રહીને તસવીરો ક્લિક કરાવી હતી.

રાજલ બોરોટે મહિન્દ્રાની એક લક્ઝુરિયસ કારની ખરીદી કરી છે. આ કારનું નામ મહિન્દ્રા xuv700 છે. જેની કિંમત લાખો રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે. કાર પર માતા-પિતાની તસવીર મૂક્યા બાદ કંકૂ અને ફૂલહારથી પૂજા કરી ત્યાર બાદ કારની ડિલીવરી લીધી હતી. હાલ કાર સાથે રાજલ ઉભી હોય તેવી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.

જાણીતા લોક ગાયક મણિરાજ બારોટ અને તેમની પત્નીના અવસાન બાદ તેમની ચાર દીકરી એકલી પડી ગઈ હતી. તેને કોઈ ભાઈ પણ ન હોવાથી તે સમયે રાજલ બારોટે પણ પિતાના પગલે લોકગાયક બની બહેનોને મોટી કરી હતી. ત્યાર બાદ બે વર્ષ પહેલાં રાજલની મોટી બહેન મેઘલના લગ્નમાં પણ રાજલે કન્યાદાન કરી એક અલગ ચીલો ચાતર્યો હતો. રાજલે ગઈકાલે તેની બે નાની બહેનોના પણ ધામધૂમથી લગ્ન કરાવી બંને બહેનોનું કન્યાદાન કર્યું હતું.

રક્ષાબંધનમાં બહેન ભાઈના ઘરે જઈને રાખડી બાંધે છે, જ્યારે રાજલ અને તેમની 3 બહેન પોતાના જ ઘરે એકબીજાને રાખડી બાંધે છે અને એકબીજા પાસેથી હંમેશાં સાથે અને સંપીને રહેવાનું વચન માગે છે. જીવનમાં કેવી પણ પરિસ્થિતિ આવે, એકબીજાની પડખે ઊભા રહીને મદદ કરવાનું એકબીજાને વચન આપે છે.

સ્વ. મણિરાજ બારોટની બીજી દીકરી રાજલ બારોટનો જન્મ બાલવા (પાટણ) માં થયો હતો. રાજલને ગાયકીની પ્રથમ તક તેમના પિતાએ જ આપી હતી. તેમના આશીર્વાદથી જ હાલ રાજલ લોક ડાયરામાં અને સ્ટેજ પ્રોગ્રામમાં ખૂબ વ્યસ્ત રહે છે. જુલાઈ 2006માં પ્રથમવાર એક લોકગીત ગાયું હતું. જેના શબ્દો હતા, ‘હેલ ભરીને હું તો હાલું ઉતાવળી’ અને તે લોકગીત માટે રાજલને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યું હતું. ત્યારે તે ખૂબ ખુશ હતી. પિતાના પગલે ચાલીને રાજલ અત્યારે ડાયરા ક્વિન તરીકે જાણીતી બની ગઈ છે.

13 વર્ષની ઉંમરથી ગાવાનું શરૂ કરનાર રાજલે અત્યાર સુધીમાં 70 કરતા પણ વધુ આલ્બમોમાં પ્લેબેક સિંગિગ કરી ચૂકી છે. જેમાં આઈ જવાની આઈ, જવાની આ જવાની, દશામાની લીમડી, ચુડેલ માંના ધામમાં, લવનો ડેન્ગ્યું, ઢોલો ગુજરાતનો, ઢોલો હાલ્યો પરદેશ, દશામાની પૂજા, અંબેમાંનો ટાઈગર, ગુજરાતની સિંહણ, એકડે એક અંબેમાંની ટેક, ગલોલો, અંબેમાં મોંઘવારી બની ડાકણ, સુરતની ભનજૂરિયુ, આ સિવાય માણીગર ઢોલા અને રાજલ હિરલની ધમાલ જેવા સોંગ્સનો સમાવેશ થાય છે.

.