Only Gujarat

Gujarat

પુત્રનો મિત્ર બેડરૂમમાં આવ્યો અને અચાનક મહિલાના અંગો પર હાથ ફેરવવા લગ્યો અને…

ઘોર કળિયુગની પ્રતિતિ કરાવતી ઘટના અમદાવાદમાં સામે આવી છે. જેમાં એક 39 વર્ષીય મહિલાને તેના પુત્રના 21 વર્ષીય મિત્રએ આર્થિક મદદ કરવાના બદલામાં શારીરિક સુખની માગણી કરી હતી. આ સાંભળીને હેબતાઈ ગયેલી મહિલાએ પોલીસ સ્ટેશનમાં યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે, અમદાવાદના જીવરાજપાર્ક વિસ્તારમાં વેજલપુર રોડ પર એપાર્ટમેન્ટમાં રહેતા બિંદુબેન (નામ બદલ્યું છે) પતિ અને 21 વર્ષના પુત્ર સાથે રહે છે. તેમના પતિ કુરિયર કંપનીમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. બિંદુબેનના પતિ ત્રણ દિવસથી બીમાર રહેતાં હોઈ પૈસાની જરૂરિયાત ઉભી થઇ હતી. તેઓએ તેમના સગા સબંધી અને પુત્રના મિત્ર વર્તુળમાં પૈસાની જરૂરિયાત હોવાનું કહી મદદ માગી હતી. પરંતુ ખાસ મદદ મળી નહોતી. તે દરમિયાન 17 સપ્ટેમ્બરે બિંદુબેને તેમના પુત્રના આંબાવાડી ખાતે રહેતાં મિત્ર કૌશલને ફોન કરી પતિ બીમાર હોવાથી પૈસાની જરૂરિયાત હોવાનું કહી મદદ માગી હતી.

બીજા દિવસે કૌશલ તેના મિત્રના ઘરે પહોંચ્યો હતો. તે સમયે મહિલા તેમના બેડરૂમમાં હતા, જ્યારે તેમના પતિ બીજા રૂમમાં હતા અને તેમનો પુત્ર તેના રૂમમાં આરામ કરી રહ્યો હતો. કૌશલ બિંદુબેન પાસે પહોંચ્યો અને રૂ. 300 આપી ચિંતા નહીં કરવા જણાવ્યું હતું. કૌશલે બિંદુબેનને કહ્યું કે, હું તમારી સાથે છું. તમે અંકલની સારવારની જરાય ચિંતા ન કરો. બોલો, તમારે કેટલા પૈસાની જરૂર છે ? બિંદુબેને જણાવ્યું હતું કે, મારે 10થી 15 હજારની જરૂરિયાત છે. તેથી કૌશલે કહ્યું હતું કે, હું મારા પપ્પાને વાત કરી પૈસાની વ્યવસ્થા કરી આપીશ. આમ કહીને કૌશલે બિંદુબેનના શરીરના અંગ પર હાથ ફેરવવાના શરૂ કર્યો હતો. તે સમયે બિંદુબેનને અજુગતું લાગ્યું હતું. તેઓ કંઈ કહે તે પહેલા કૌશલ ત્યાંથી રવાના થઈ ગયો.

જો કે કૌશલ મદદ કરશે તેવી આશાએ તેમણે શનિવારે સવારે 10.30 વાગ્યે કૌશલને ફોન કરતા તેણે ઘરે મળવાની વાત કરી હતી. ફોન પર જ કૌશલે બિંદુબેનને જણાવ્યું કે, હું તમને પૈસા તો આપીશ, પણ બદલામાં તમે મને શું આપશો? મહિલાએ કહ્યું હતું કે વ્યાજ આપીશ. પરંતુ કૌશલ કહ્યું હતું કે, મારે વ્યાજ નહીં તમારી જોડે શારીરિક સંબંધ બાંધવો છે.

પુત્રના મિત્રની બીભત્સ માંગણીથી ડગાઈ ગયેલા બિંદુબેને કૌશલની અઘટિત માંગણીનો અસ્વીકાર કર્યો હતો અને તેને ખખડાવ્યો હતો. આથી કૌશલ ડરી ગયો હતો. કૌશલે બિંદુબેનને કહ્યું હતું કે, તમે મારા પપ્પાને કે બીજા કોઈને વાત કરતા નહીં. જો તમે કોઈને વાત કરશો તો હું તમારા દીકરાને જોઈ લઈશ તેવી ધમકી આપી હતી. આ આખીય ઘટનાની બિંદુબેને પતિ અને પુત્રને વાત કરી હતી. બીભત્સ માંગણી કરનાર કૌશલ વિરૂદ્ધ બિંદુબેને વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

You cannot copy content of this page