Only Gujarat

Gujarat

સ્ટોન કિલરે પુત્રને પણ ન છોડ્યો, આચરતો સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય, ધૃણાસ્પદ બનાવ

રાજકોટના સ્ટોન કિલરની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી દીધો છે. સ્ટોન કિલર વારંવાર સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય આચરતો હોવાથી ધર્મના માનેલા પુત્રએ જ કંટાળીને પથ્થરના ઘા ઝીંકી હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. પોલીસે આ મામલે બે આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે એક આરોપી પોલીસની પકડની બહાર છે.

આ ચકચારી ઘટનાની વિગત એવી છે કે, રાજકોટમાં મવડી પ્લોટ નવરંગપરા-11માં આવેલા કારખાનાની છત પરથી સોમવારે એક સમયના સ્ટોન કિલર ગણાતાં મહેશ ઉર્ફ હરેશ ઉર્ફ કાળીયો મનગભાઇ સનુરાની માથામાં પથ્થર ફટકારી હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ ગુનાનો ભેદ ઉકેલવામાં માલવીયાનગર પોલીસને સફળતા મળી છે. હત્યાનો ભોગ બનનાર મહેશ ઉર્ફ કાળીયો અગાઉ વર્ષ 2009માં ત્રણ ભિક્ષુકોની પથ્થર ફટકારી હત્યા કરવાના ગુનામાં સાગરીત બાદલ ભૈયા સાથે જે તે વખતે પકડાયો હતો. હવે તેની જ હત્યા પથ્થર ફટકારીને કરવામાં આવી છે.

માલવીયાનગર પોલીસે આ મામલે હત્યાનો ભોગ બનનાર મહેશ ઉર્ફ કાળુના ભાઈ ભરતભાઇ સનુરાની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો હતો. હત્યાનો ભોગ બનનાર મહેશ ઉર્ફ કાળુ ત્રણ ભાઇ અને બે બહેનમાં વચેટ તથા અપરિણીત હતો. તેની સાથે પરિવારજનોને બનતું નહીં હોવાથી તે હાલમાં નવરંગપરામાં ગમે ત્યાં રહેતો હતો અને કારખાનાઓમાં મજૂરી કરી લેતો હતો. (તસવીરમાં હત્યા કરનાર અજીત (બ્લુ શર્ટમાં) અને વિજયની પોલીસે ધરપકડ કરી હતી.)

દરમિયાન નવરંગપરામાં કાપડિયા એસ્ટેટની ઓફિસની અગાશી પરથી સોમવારે સવારે પોલીસને સ્ટોન કિલર મહેશની (ઉ.વ.49) હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. સ્ટોનકિલરને પથ્થરના ઘા ઝીંકી પતાવી દેવાના પ્રકરણમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. કાવતરું રચી હત્યા કર્યાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. સ્ટોન કિલર મહેશ ધર્મના માનેલા પુત્ર અજીત સાથે વારંવાર સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય આચરતો હતો. આથી અજીતે કંટાળીને અન્ય એક શખ્સની મદદથી સ્ટોન કિલરને પથ્થરના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો.

પોલીસે અજીત ગગનભાઈ બાબર અને વિજય ઉર્ફે રમેશભાઈ ઢોલી શખ્સની ધરપકડ કરી છે. હત્યા પાછળ હજી એક શખ્સનું નામ ખુલ્યું છે જેનું નામ ફરમાન ઉર્ફે નેપાળી છે. પોલીસે હાલ તેની શોધખોળ શરૂ કરી છે.

You cannot copy content of this page