બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા એવોર્ડ ફંક્શનમાં આકર્ષણનું કેન્દ્ર બની

મુંબઈ: બોલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા 62માં ગ્રેમી એવોર્ડ્સમાં ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી. લોસ એન્જલસ ખાતે યોજાયેલા આ એવોર્ડ ફંક્શનમાં પ્રિયંકા ચોપરા પતિ નિક જોનાસ સાથે પહોંચી હતી. પ્રિયંકા ઑફ વ્હાઈટ કલરના ગાઉનમાં એકદમ હોટ અને બોલ્ડ લાગતી હતી. પ્રિયંકાનો બોલ્ડ ડ્રેસ જોઈને સોશ્યલ મીડિયા પર અમુક લોકો તેના વખાણ કરી રહ્યા છે, તો અમુક લોકો તેની મજાક ઉડાવી રહ્યા છે.


એક યુઝરે લખ્યું- ‘‘ડિઝાઈનર મગજમાં શું વિચારીને આના કપડાં ડિઝાઈન કરે છે. થોડી તો શરમ કરો.’’ બીજા એક યુઝર્સે લખ્યું- ‘‘જલને વાલે અબ ઔર જલેગે.’’ અન્ય એક સોશ્યલ મીડિયા યુઝરે પોતાની ભડાશ કાઢતા લખ્યું- ‘‘તમને નથી લાગતું કે આવા ડ્રેસ પહેરીને તું ભારતીય નારીનું અપમાન કરી રહી છો. કંઈક તો આપણી સંસ્કૃતિની શરમ રાખ.’’

પ્રિયંકાના પતિ નિકે મેટલિક ગોલ્ડન સૂટ સાથે મેચિંગ શૂઝ કેરી કર્યા હતા. પ્રિયંકા અને નિકે મીડિયાના ફોટોગ્રાફર્સ સામે અનેક પોઝ પણ આપ્યા હતા.

આ શૉને અમેરિકન સિંગર અને સોંગ રાઈટર એલિસિયા કિજે હોસ્ટ કર્યો હતો. આ એવોર્ડ્સ અમેરિકન રેકોર્ડિંગ એકેડમી દ્વારા આપવામાં આવ્યા હતા.

ગ્રેમી એવોર્ડ્સમાં પ્રિયંકા ચોપરાની જેઠાની અને ગેમ ઑફ થ્રોન્સની એક્ટ્રેસ સોફી ટર્નર પણ પતિ જો જોનાસ સાથે આવી હતી. આ ઉપરાંત પ્રિયંકાની અન્ય એક જેઠાણી ડેનિયલ પણ પતિ કેવિન જોનાસ સાથે એવોર્ડ્સમાં આવી હતી.

ગ્રેમી એવોર્ડ્સમાં પ્રિયંકા ચોપરાની બંને જેઠાણીઓ ભલે આવી હોય, પણ ચર્ચા તો દેરાણી પ્રિયંકાના લૂક જ થઈ હતી.