સેથામાં સિંદૂર, ગળામાં મંગળસૂત્ર, લગ્ન બાદ પહેલી જ વાર પતિ સાથે જોવા મળી પૂનમ પાંડે

મુંબઇ: પોતાની હોટ અને બોલ્ડ અદાઓ માટે જાણીતી એક્ટ્રેસ પૂનમ પાંડેએ તેના લગ્નના સમાચાર આપને સૌને સરપ્રાઇઝ આપ્યું છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેના બોલ્ડ ફોટો અને વીડિયોને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. જો કે હવે તે કોઇની દુલ્હન બની ગઇ છે. પૂનમ પાંડે લગ્ન બાદ પહેલી વખત તેના પતિ સાથે જોવા મળી. નવપરિણીત દંપતિની જેમ એક બીજાનો હાથ પકડીને જતાં જોવા મળ્યાં.

પૂનમ પાંડેના સોશિયલ મીડિયા પર સામે આવેલા ફોટોથી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે, તે પતિ સેમ સાથે હનિમૂન માટે જઇ રહી છે. એરપોર્ટ પર બંનેએ કેમેરાની સામે સુંદર પોઝ આપ્યાં હતા.

પૂનમ પાંડે દુલ્હનના રંગમાં જોવા મળી. તેણે સેથામાં સિંદૂર ભર્યું હતું અને હાથમાં લગ્નનનો ચૂડલો હતો અને તેણે મંગળસૂત્ર પણ પહેર્યું હતું. આટલું જ નહીં એક્ટ્રેસે કોરોના ડરથી મોં પર માસ્ક પણ લગાવેલો હતો.


બંને ખૂબસૂરત લાગી રહ્યાં હતા. પૂનમે તેના લગ્નનના કેટલાક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યાં હતા. સેમ સાથેની તસવીર શૅ કરીને એક્ટ્રેસે કહ્યું હતું, “તારી સાથે સાત જન્મ સુધી જીવવા માટે તૈયાર છું”

પૂનમ પાંડે અને સેમ બોમ્બે વિશે વાત કરીએ તો બંને બહુ લાંબા સમયથી એકબીજાને ઓળખતા હતા અને ડેટ કરી રહ્યાં હતા. બંને સારા મિત્રો છે અને હવે જીવનસાથી બની ગયા છે. પૂનમ પતિ કરતાં 17 વર્ષ નાની છે. પૂનમે આ વર્ષે જુલાઇમાં સગાઇ કરી હતી અને તેના બે મહિના બાદ ખૂબ જ સાદાઇથી લગ્ન તેના એક પારિવારિક આયોજનમાં જ લગ્ન કરી લીધા હતા.