Only Gujarat

National

5 મહિલા-પુરુષ હતાં એવી અવસ્થામાં કે પોલીસે દરવાજો ખોલીને તરત જ કરી આંખો બંધ

લખનઉઃ ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી જિલ્લામાં સદર કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારના એક પૉશ વિસ્તારમાં પોલીસે દરોડા પાડીને સેક્સ રેકેટનો ભાંડાફોડ કર્યો હતો. પોલીસને બાતમી મળી હતી કે લાંબા સમયથી આ વિસ્તારમાં એક ઘરમાં સેક્સ રેકેટ ચાલી રહ્યું છે. જાણકારીના આધારે પોલીસે દરોડા પાડ્યા અને તેમાં સામેલ 5 મહિલાઓ અને 3 દલાલોની ઘટના સ્થળેથી ધરપકડ કરી. પોલીસે તેમની પાસેથી એક કાર જપ્ત કરી હતી.

સેક્સ રેકેટ ચલાવતી મહિલા ડિમાંડ પર છોકરીઓને બોલાવીને ગ્રાહકોને ઉપલબ્ધ કરાવતી હતી. પોલીસે સેક્સ રેકેટ ચલાવતી મહિલા સહિત પાંચ મહિલાઓ અને ત્રણ દલાલોને જેલ મોકલી દીધા હતાં. પોલીસે જણાવ્યું કે મહિલા પોતાના બંને દીકરાઓ સાથે મળીને આ ધંધો કરતી હતી.

સેક્સ રેકેટ સંચાલિકાના બંને દીકરા ગ્રાહક શોધીને આવતા હતા અને તેની માતા ફોન પર છોકરીઓ ઉપલબ્ધ કરાવતી હતી. ગ્રાહકોને પહેલા છોકરીઓનો ફોટો બતાવીને તેની કિંમત નક્કી કરવામાં આવતી હતી. પછી છોકરીઓને ઑન ડિમાન્ડ બોલાવવામાં આવતી હતી.

લખીમપુર ખીરીના સીઓ એસએન તિવારીએ જણાવ્યું કે સાંજે પાંચ વાગ્યે બતામી મળી હતી કે મોહલ્લા ગંગોત્રી નગરમાં એક મકાનમાં પૈસા લઈને બહારથી છોકરીઓ બોલાવવામાં આવે છે અને તેમની સાથે દેહ વેપારનો ધંધો ચાલે છે. મહોલ્લાના લોકો પરેશાન હતા. આ સૂચના મળતા જ એસઓ મહિલા પોલીસ સ્ટેશન તેમની ટીમ અને ઈન્સ્પેક્ટર સાથે ત્યાં પહોંચી ગયા. જ્યાં 5 મહિલા અને 5 પુરુષોને આપત્તિજનક હાલતમાં પકડવામાં આવ્યા.

પકડાયેલી મહિલાઓમાંથી કેટલીક ગ્રામીણ વિસ્તારમાંથી બોલાવવામાં આવી હતી. જેમાંથી પાંચ પુરુષ શહેરના છે. પૂછપરછમાં ખબર પડી કે અહીં બીજા શહેરની મહિલાને દેહ વ્યાપાર માટે બોલાવવામાં આવતા હતા. સીઓ સિટીએ જણાવ્યું કે, તમામની મેડિકલ તપાસ કરવામાં આવી હતી.

You cannot copy content of this page