Only Gujarat

FEATURED International

આ યુવક-યુવતીએ ધાર્મિક સ્થળે એવું કંઈક કર્યું કે લોકો કરી રહ્યાં છે ભરપૂર ટીકા

નાએપ્યીડૉઃ મ્યાનમારમાં ધાર્મિકસ્થળ પર એક કપલ દ્વારા પોર્ન વીડિયો બનાવવાની ઘટના સામે આવી છે. એટલું જ નહીં આ યુવક-યુવતીએ વીડિયો બનાવ્યા બાદ પોર્ન સાઇટ પર અપલોડ પણ કર્યો, જે જોઇને લોકોની ધાર્મિક લાગણી દુભાઇ અને તેઓ યુવક-યુવતી પર રોષે ભરાયા છે અને સોશિયલ મીડિયા પર પોતાની લાગણી વ્યક્ત કરી રહ્યાં છે.

સૂત્રોના મતે, ઇટલીનું એક કપલે મ્યાનમારના પવિત્ર સ્થળ ગણાતા બાગાનમાં 12 મિનિટનો પોર્ન વીડિયો બનાવ્યો. ત્યારબાદ આ વીડિયોને એક જાણીતી પોર્ન વેબસાઇટ પર પણ પોસ્ટ કર્યો.

આ વીડિયોને અત્યારસુધીમાં હજારો લોકોએ જોયો છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે આ ધાર્મિક સ્થળ પર જ શૂટ કરવામાં આવ્યો છે. આ કપલે આ વીડિયો પ્રાચીન મંદિરમાં જ રેકોર્ડ કર્યો છે.

વીડિયોના માધ્યમથી જ્યારે આ સ્થાનિક લોકોને જાણકારી મળી તો તેઓ ખૂબ રોષે ભરાયા. સ્થાનિક લોકોએ પણ વીડિયોને જોયો અને તેની ફરિયાદ કરવાની માગ કરવા લાગ્યા.

રિપોર્ટ પ્રમાણે બાગાનના એક નાગરિકે સમાજ સમૂહ માયો સેટ સાને કહ્યું કે આ વીડિયોને જોઇને અમે ચોંકી ગયા અને અમને તે ખુબ જ ખરાબ લાગ્યું.

ધાર્મિક ઇમારત અને મંદિરની બહાર સેક્સ કરવું અસહનીય છે. આ સિવાય આ બાગાનમાં હતા, જે અમારા ધર્મ, સંસ્કૃતિ અને ઇતિહાસની અનમોલ ધરોહર છે.

સ્થાનિક ન્યૂઝ એજન્સીના કહ્યાં પ્રમાણે આ ધાર્મિક સ્થળ પર સ્થાનિક લોકો સહિત વિદેશી નાગરિકોને શોર્ટસ અથવા ટૂંકા વસ્ત્રો પહેરવાની મંજૂરી આપવામાં આવતી નથી. પેગોડા, મંદિર અને ધાર્મિક ઇમારતોમાં અનુચિત કપડા પહેરવું સંપૂર્ણ રીતે પ્રતિબંધિત છે.

એવું પણ કહેવામાં આવ્યું છે કે મ્યાનમારની ધાર્મિક ઇમારતો અને તેના પરિસરોમાં જાહેરમાં કિસ કરવા જેવા અનુચિત વ્યવહાર કરવાની મનાઇ છે.

સોશિયલ મીડિયા પર પણ લોકો આ મામલાને લઇને પ્રતિક્રિયા આપી રહ્યાં છે. વીડિયોને લઇને મગ ખિન ગીએ ફેસબૂક પર આક્રોશવાળા ઇમોજીની સાથે કહ્યું કે અમારું બાગાન પેગોડા પવિત્ર સ્થળ છે.

ધાર્મિક સ્થળના મહત્વનો અંદેશો એ વાત પરથી કરી શકાય કે તે 9મીથી 13મી સદી વચ્ચે બનેલા ત્રણ હજાર પેગોડા અને મંદિરો માટે પ્રસિદ્ધ બાગાન યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળ છે. એટલું જ નહીં દર વર્ષે મોટી સંખ્યામાં ટૂરિસ્ટ અહીં આવે છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page