Only Gujarat

National

પત્નીએ પતિ સાથેની તસવીર ફેસબુક પર અપલોડ કરી, પતિની પ્રેમિકાએ પત્નીની કરી ધોલાઈ

મોહાલી (ચંદીગઢ): એવું ઘણીવાર સાંભળવા મળે છે કે કોઈ પતિ પ્રેમિકા સાથે રંગેહાથ ઝડપાય તો પત્ની તેની ધોલાઈ કરે છે. પરંતુ તાજેતરમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. અહીં એક પત્નીએ પોતાના પતિ સાથેની એક તસવીર ફેસબુક પર અપલોડ કરી હતી જેને જોઈ પતિની ગર્લફ્રેન્ડ રોષે ભરાઈ અને તેણે ડંડા વડે મહિલાની ધોલાઈ કરી હતી.

પતિની ગર્લફ્રેન્ડે કર્યો પત્ની પર હુમલો
આ ઘટના બાદ પીડિત પત્ની પોલીસ સ્ટેશન પહોંચી અને પતિની પ્રેમિકા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પીડિતા સુખજીતે કહ્યું કે, તેનો પતિ ગુરપ્રીત સિંહ કોઈ અન્ય મહિલાના પ્રેમમાં પડ્યા બાદ તેને એકલા છોડી કોઈ અન્ય સ્થળે રહેવા લાગ્યો છે.

એક દિવસ તેણે પોતાના પતિ સાથેની તસવીર ફેસબુક પર અપલોડ કરી તો પતિની પ્રેમિકા 3 યુવતીઓ સાથે તેના ઘરે આવી તેને ગાળો આપવા લાગી. જ્યારે તેણે વિરોધ કર્યો તો આ યુવતીઓએ તેની સાથે મારા મારી શરૂ કરી દીધી અને તેને હત્યાની ધમકી આપી હતી.

સીસીટીવીમાં કેદ થઈ ઘટના
પ્રેમિકાએ અન્ય યુવતીઓ સાથે મળી મહિલાની ઘરમાં ઘુસી ધોલાઈ કરી અને ગાળો આપી, આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ. પીડિતાએ સીસીટીવી ફૂટેજ પોલીસને આપ્યા છે. જેમા યુવતી મહિલાના વાળ પકડી ડંડા વડે માર મારતી જોવા મળી રહી છે.

ફૂટેજના આધારે પોલીસે આરોપી ગર્લફ્રેન્ડની તપાસ શરૂ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે, આ ઘટના 19 દિવસ અગાઉ બની હતી પરંતુ વીડિયો હવે વાઈરલ થયો છે.

 

You cannot copy content of this page