Only Gujarat

Gujarat

પતિ કામ અર્થે ગયો રાજસ્થાન, પત્ની બની ગઈ કોલગર્લ , યુવાન સાથે પ્રેમમાં પડી અને ન્યૂડ ફોટો થયા લીક

મૂળ રાજસ્થાનની અને સુરતમાં રહેતી એક પરીણિતાને યુવાન સાથે આડા સંબંધો રાખવા ભારે પડી ગયા. યુવાન સાથે મરજીથી બાંધેલા શારીરિક સંબંધોની જાણ પતિને થઇ જતા વતન લઇ જવાની વાત કરી હતી. જેને લઈ ઉશ્કેરાયેલા યુવાને ફેસબુક પર બનાવટી આઇડી બનાવી પરીણિતા સાથેના અંગત પળોનો વીડિયો અને ફોટો અપલોડ કરી દેતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે.

આ ચકચારી ઘટનાની વિગત એવી છે કે, રાજસ્થાનના જયપુર ખાતે બે પુત્રી અને એક પુત્ર સાથે રહેતા મનોજ (નામ બદલ્યું છે) ની પત્ની સુનિતા (ઉ.વ. 32 નામ બદલ્યું છે) હાલમાં સુરતના અમરોલી વિસ્તારમાં રહે છે અને સંચા મશીનમાં કામ કરે છે. ત્રણ વર્ષ અગાઉ સુનિતા પતિ સાથે સુરત આવી હતી. પરંતુ પતિ એક માસમાં જ જયપુર પરત ચાલ્યો ગયો હતો. જ્યારે સુનિતા સુરતમાં જ રોકાઈ ગઇ હતી.

તે દરમિયાન તે દેહવિક્રયનો ધંધો કરાવતી પૂજા નામની બંગાળી યુવતીના સંર્પકમાં આવી હતી અને તેણે પણ આ લોહીના ધંધામાં ઝંપલાવ્યું હતું. તે સમયે સુનિતાનો પરિચય વિષ્ણુકુમાર હેમરાજ મિશ્રા (ઉ.વ. 30 રહે. 126, લુહાર મહોલ્લો, બધાલ ફુલેરા, જયપુર, રાજસ્થાન) સાથે થયો હતો. તેમની વચ્ચે પ્રેમ સંબંધ શરૂ થયો હતો અને પોતાની મરજીથી શરીર સંબંધ બાંધતા હતા.

અંગત પળો માણતા સમયે વિષ્ણુએ વિડીયો ઉતાર્યો હતો અને સુનિતાના અશ્લીલ ફોટા મોબાઇલમાં ક્લીક કર્યા હતા. થોડા સમય પહેલા વિષ્ણુ સાથેના લગ્નેત્તર સબંધની જાણ પતિ મનોજને થઇ જતા સુનિતાને વતન પરત લઇ જવાની વાત કરી હતી. જેથી વિષ્ણુ ઉશકેરાયો હતો. તેણે મનોજને ફોન પર ધમકી આપી હતી કે, સુનિતાને તું ગામ લઇ જઇશ તો તેના ફોટા અને વીડિયો તારા સગાસંબંધીને મોકલી બદનામ કરી દઇશ. તેમ છતાં મનોજ પત્ની સુનિતાને વતન લઇ ગયો હતો.

જેથી વિષ્ણુએ ત્રણેક મહિના બાદ ગત જાન્યુઆરી મહિનામાં પ્રમોદના સબંધીઓને પ્રેમિલાના ફોટા અને વીડિયો વોટ્સઅપ પર મોકલી આપ્યા હતા. ત્યારબાદ ફેસબુક પર નકલી આઇડી બનાવી સુનિતાના ફોટા અપલોડ કર્યા હતા અને વોટ્સઅપ પર અશ્લીલ સંદેશ મોકલ્યા હતા. એટલું જ નહીં, સોશિયલ મીડિયા પર ફોટા સાથે એવું લખાણ પણ લખ્યું હતું કે, જીસ કીસી કસ્ટમર કો મેરે સાથે કામ કરના હૈ વો ઇસ દીદી કે ઘર અમરોલી આ જાયે રેટ 500 રૂપિયા. આ પોસ્ટ બાદ પરિવારની બદનામી થતાં પરીણિતાએ વિષ્ણુકુમાર હેમરાજ મિશ્રા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

You cannot copy content of this page