Only Gujarat

Gujarat

ગુજરાતમાં અહીં MLA લખેલી નવી નકોર ઈનોવા કારમાં દારૂ ઝડપાયો, જુઓ શોકિંગ તસવીરો

વિધાનસભાની ચુંટણી જાહેર થતાંજ ઉના પોલીસે કાયદો અને વ્યવસ્થાને જાળવી રાખવા પોલીસે ચેકપોસ્ટ પર દિવ કેન્દ્ર સાશીત પ્રદેશમાંથી વિદેશી દારૂ ગુજરાતમાં આવતો અટકાવવા મોટાપાયે બંદોબસ્ત ગોઠવ્યો હતો. જેમાં દીવ તરફથી આવતી MLA લખેલી કારની તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂ ઝડપાયો હતો.

MLA લખેલી કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો
આ દરમિયાન દિવ ઘોઘલા વિસ્તારમાંથી આવતા સફેદ કલરની નંબર પ્લેટ વગરની MLA લખેલી કારને અટકાવી તલાસી લેતા તેમાંથી 8 જેટલી પેટી જોવા મળતા પોલીસે કારની સઘન તપાસ હાથ ધરી હતી. જેમાં 131 જુદી જુદી કંપનીની બોટલ તેમજ બિયરના ટીન 120 મળી કુલ 251 બોટલ મળી આવી હતી. તેમજ બીયરના ટીન લાવતા કારચાલક સહિત ત્રણની પુછપરછ કરતાં આ દારૂનો જથ્થો દિવથી ભરેલો હોવાનું જણાવા મળ્યું હતું.

આરોપીઓને પકડી પાડી જેલ હવાલે કર્યા
ઉના PSI સોમાત દેવશી બામરોટીયાએ ત્રણેય શખ્સો અને કારને ઉના પોલીસ સ્ટેશને લાવી ત્રણેય શખ્સો સામે જુદી જુદી કલમો હેઠળ ગુન્હો દાખલ કર્યો. રૂ. 82,460નો વિદેશીદારૂ તેમજ 3 મોબાઇલ અને કાર સહીત રૂ. 8,90,560ના મુદામાલ સાથે આરોપીઓને પકડી પાડી જેલ હવાલે કર્યા છે.

દારૂની હેરાફેરી ઝડપાતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચ્યો
પરંતુ મીડિયાનો મોટો કાફલો પોલીસ પંથકે પહોંચી જતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી અને આ બનાવમાં ત્રણ શખ્સો સામે ગુન્હો નોંધાયો હતો. એવી પણ વાત બહાર આવી છે કે, ચૂંટણી સમયે MLA લખેલી નંબર પ્લેટ વગરની કારમાં દારૂની હેરાફેરી થતા રાજકીય ક્ષેત્રે પણ ખળભળાટ મચ્યો હતો.

You cannot copy content of this page