Only Gujarat

National

હવે ટ્રેનમાં ઉંઘવા બાબતે રેલવેએ બનાવ્યો નવો નિયમ, જાણી લો નહીંતર હેરાન થઈ જશો

જો તમે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છો કે મુસાફરી કરવાના છો તો તમારા માટે ભારતીય રેલ્વેની નવી ગાઈડલાઈન જાણી લેવી ખૂબ જરૂરી છે. જેમ કે તમને ખબર જ છે કે હોળીનો તહેવાર આવી રહ્યો છે અને આ દરમિયાન યાત્રા કરનારા યાત્રુળોની ખૂબ ભીડ થવાની છે. રજાઓમાં કેટલાક મુસાફરો પોતાના ઘરે જશે, તો કેટલાક લોકો બહાર ફરવા જશે. આ બધાને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ એક નવી ગાઈડલાઈન જારી કરી છે. જેને જાણવી દરેક રેલ યાત્રી માટે ખૂબ જરૂરી છે.


વાત એમ છે કે હવે ટ્રેનમાં સૂવાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં સૂતા સમયે મુસાફરોએ રેલવેની નવી ગાઈડલાઈનનું પાલન કરવું પડશે. જો કોઈ આવું નહીં કરે તો તેના પર ફક્ત દંડ જ નહીં પણ તેની સામે સખત કાર્યવાહી પણ કરવામાં આવશે. તો આવો તમને જણાવીએ કે ટ્રેનમાં સૂવાના નિયમોને લઈને રેલવેએ શું નવી ગાઈડલાઈન જારી કરી છે…


ટ્રેનમાં યાત્રા દરમિયાન અલગ અલગ પ્રકારના લોકો મુસાફરી કરતાં હોય છે. ઘણી વખત તેમનો વ્યવહાર તમને ખલેલ પહોંચાડે છે. નવા નિયમ મુજબ જોઈ કોઈ વ્યક્તિ સૂતી વખતે તમારી ઉંઘ ખરાબ કરશે તો તેની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે.


મોટા અવાજથી સોંગ નહીં વગાડી શકાય
ટ્રેનમાં તમારી સીટ, કંપાર્ટમેન્ટ કે કોચમાં કોઈ મુસાફર ઉંચા અવાજથી મોબાઈલ પર વાત નહીં કરી શકે. તેવી જ રીતે કોઈ મુસાફર મોટા અવાજથી સોંગ પણ નહીં વગાડી શકે. કેમ કે આનાથી સાથે મુસાફરી કરતાં લોકોને ખલેલ પહોંચે છે. ટ્રેનમાં ઉંઘના સમયે ખલેલ પહોંચાડવામાં આવતી હોવાની અસંખ્ય ફરિયાદો આવતી હતી. જેના કારણે રેલવેએ આ નિયમ બનાવ્યો છે. જો કોઈ આ નિયમનો ભંગ કરશે તો તેની સામે દંડ ઉપરાંત સખત કાર્યવાહી કરવામાં આવશે.


લાઈટ ચાલુ રાખવાને લઈને પણ થાય છે વિવાદ
ટ્રેનમાં મોબાઈલમાં સોંગ વગાડવા ઉપરાંત લોકો ગ્રુપેમાં બેસીને ઉંચા અવાજે વાતો પણ કરે છે અને હસી-મજાક કરે છે. જેના કારણે સાથી મુસાફરોને તકલીફ થતી હોય છે. આ ઉપરાંત લાઈટ ચાલુ રાખવા કે બંધ રાખવાને લઈને પણ મુસાફરો વચ્ચે ઝઘડા થતા હોય છે, જેના કારણ રેલેવે મંત્રાલયે આ નવા નિયમો બનાવ્યા છે,.


બધા ડિવિઝનને આદેશ જારી કર્યો
મીડિયા રિપોર્ટ મુજબ ભારતીય રેલવેએ તેના તમામ ડિવિઝનોને આ નવી ગાઈડલાઈનનો આદેશ જારી કર્યો છે અને તેને તાત્કાલિક પ્રભાવથી લાગુ કરી દેવામાં આવ્યો છે. નવા નિયમ અનુસાર કોઈ મુસાફર આ પ્રકારની ફરિયાદ કરશે તો ટ્રેનમાં હાજર સ્ટાફની જવાબદારી હશે કે તે આનું નિવારણ લાવવામાં આવે.

You cannot copy content of this page