Only Gujarat

Business TOP STORIES

Hyundaiની આ કારે મચાવી ધૂમ, લોકડાઉન છતાં પણ હજારો લોકોએ કરાવ્યું બૂકિંગ

નવી ક્રેટા 16 માર્ચ 2020ના રોજ લોંચ થઇ હતી તેના એક સપ્તાહબાદ દેશમાં કોરોના વાયરસના કારણે લોકડાઉનની જાહેરાત થઇ ગઇ હતી. પરંતુ લોકડાઉન વચ્ચે પણ નવી ક્રેટાના દિવાના પોતાની જાતને રોકી શક્યા નહીં. માર્ચથી લઇને મે સુધીના આંકડા જણાવે છે કે ક્રેટાના ગ્રાહકોમાં સારો એવો રિસ્પોન્સ જોવા મળે છે.

અત્યારસુધીમાં નવી ક્રેટાની 24000 હજારથી વધુ બૂકિંગ થઇ ચૂકી છે. આ સફળતા ત્યારે મળી છે જ્યારે અંદાજે 50 દિવસ સુધી દેશમાં તમામ શોરૂમ પર લોકડાઉનના કારે તાળું લાગી ગયું હતું. એટલું જ નહીં લોકડાઉનમાં ક્રેટા મે મહિનામાં બેસ્ટ સેલિંગ કારના લિસ્ટમાં પણ ટોપ પર રહી.

અનેક દાયકાઓ બાદ મે 2020માં પ્રથમવાર એવું થયું છે કે જ્યારે સૌથી વધુ વેચાનારી કારના લિસ્ટમાં નંબર એક પર મારુતી સુજુકીની કાર આવી નથી. મે મહિનામાં સીમિત સંખ્યામાં ખુલેલી ડીલરશિપની મદદથી હુંદાઇએ 3212 નવી ક્રેટાનું વેચાણ કર્યું.

નવી ક્રેટાના લૂકમાં બદલાવ કરવામાં આવ્યો છે અને તેની સાથે જ અનેક ફિચર્સ અપડેટ કરવામાં આવ્યા છે. જેનાથી ગ્રાહકોને નવી ક્રેટા પ્રથમ નજરમાં જ પસંદ આવી રહી છે. નવી ક્રેટા એસયૂવી 5 એન્જીન-ગિયરબોક્સ કોમ્બિનેશન અને 5 વેરિએન્ટ લેવલમાં ઉપલબ્ધ છે.

વાત કિંમતની કરીએ તો બેસ મોડલની શુરૂઆતી કિંમત 9.99 લાખ રૂપિયા છે. જ્યારે ટોપ મોડલની કિંમત 17.20 લાખ રૂપિયા છે. નવી ક્રેટાના ડિઝલ એન્જીનમાં 6-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સ મળે છે.

નવી હ્યુન્ડાઈ ક્રેટા BSVI પેટ્રોલ અને BSVI ડિઝલ બંને એન્જીનના વિકલ્પો છે. જેમાં 1.5 L પેટ્રોલ, 1.4L ટર્બો પેટ્રોલ અને 1.5L ડિઝલ એન્જીન વિકલ્પ છે. Hyundai Creta 2020 પાંચ વેરિએન્ટમાં ઉપલબ્ધ છે. E,EX,S,SX, SX(O) છે. નવી ક્રેટામાં કિઆ સેલ્ટોસમાં લગાવવામાં આવેલા એન્જીનનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે.

જો સેફ્ટીની વાત કરીએ તો નવી 2020 હ્યુન્ડાઈ ક્રેટામાં ડ્યુઅલ એરબેગ, EBDની સાથે ABS, રિયર પાર્કિંગ સેંસર્સ, ડ્રાઇવર તથા પેસેન્જર સીટબેલ્ટ રિમાઇન્ડર, ઇમરજન્સી સ્ટોપ સિગ્નલ જેવા ફિચર્સ છે.

આ સાથે જ કારના હાયર વેરિએન્ટ્સમાં 6 એરબેગ્સ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ, વ્હીકલ સ્ટેબિલિટી મેનેજમેન્ટ, હિટ સ્ટાર્ટ આસિસ્ટ કંટ્રોલ, રિયર ડિસ્ક બ્રેક્સ, સ્ટીયરિંગ એડેપ્ટિવ પાર્કિંગ ગાઇડલાઇનની સાથે રિયર કેમેરા, ISOFIX અને બર્ગલર આલાર્મ પણ મળશે.

ભારતીય બજારમાં ક્રેટાની ટક્કર kia seltos, MG હેક્ટર, મહિન્દ્રા XUV 500 અને ટાટા હેરિયર જેવી એસયુવી કાર સાથે છે. એવા પણ રિપોર્ટ મળ્યા છે કે Hyundai પોતાની નવી ક્રેટાને ઓનલાઇન પ્લેટફોર્મ પર ફરી લોન્ચ કરી શકે છે.

You cannot copy content of this page