Only Gujarat

Business

દુકાનદાર છુટ્ટા પૈસા આપવાના બદલે ચોકલેટ આપે તો કરો અહીંયા ફરિયાદ

નવી દિલ્હીઃ દેશમાં તહેવારોની સિઝનનો પ્રારંભ થઈ ચૂક્યો છે, 8-9 મહિના બાદ માર્કેટમાં રોનક જોવા મળી રહી છે. જોકે આ સાથે જ લોકોને ખરીદી દરમિયાન અમુક મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડી રહ્યો છે. આ સમસ્યા છે છુટ્ટા પૈસાની. ઘણીવાર છુટ્ટાના બહાને દુકાનદારો લોકોને ચોકલેટ પધરાવી દેતા હોય છે. લોકોને હવે આ સમસ્યામાંથી મુક્તિ મળી શકે છે. હવે દેશમાં નવો ગ્રાહક સુરક્ષા કાયદો (New Consumer Protection Act-2019) લાગુ થવા જઈ રહ્યો છે જે પછી છુટ્ટાની સામે ચોકલેટ આપવા પર ગ્રાહક સુરક્ષા ફોરમમાં ફરિયાદ કરી શકાશે.

છુટ્ટા પૈસાને બદલે ચોકલેટ નહીં આપી શકે દુકાનદાર
ઘણીવાર બસ-ટ્રેનમાં પણ આવી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. ખાસ તો માર્કેટમાં દુકાનદાર 2-5 રૂપિયા સામે ચોકલેટ પધરાવી દેતો હોય છે. જ્યારે અમુક ગ્રાહકો પૈસા માગે તો દુકાનદાર છુટ્ટા નથી કહી અન્ય દિવસે સામાનની ખરીદી વખતે મેનેજ કરવાની વાત કરે છે, જોકે ઘણીવાર ગ્રાહકો ભૂલી જતા હોય છે અથવા તે દુકાને ફરી ના જવાનું હોવાથી તેમને નાનું પણ આર્થિક નુકસાન ચોક્કસ થતું હોય છે.

આ રીતે કરી શકો છો ફરિયાદ
આ પ્રકારની ફરિયાદ માટે સરકારે કડક પગલા ભર્યા છે. ગ્રાહક હવે સરકારી વેબસાઈટ https://jagograhakjago.gov.in/ અને https://consumerhelpline.gov.in/ ટોલ ફ્રી નંબર 1800-11-4000 અથવા 14404 પર ફરિયાદ નોંધાવી શકે છે. આ સાથે જ પોતાના મોબાઈલ નંબરથી 8130009809 પર મેસેજ કરીને પણ ફરિયાદ કરી શકાય છે. દુકાનદારની ભૂલ પર તેની વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે.

આ કાયદાની મદદ લઈ શકાય છે
અમુક વર્ષ અગાઉ હરિયાણા રોડવેઝની બસોમાં છુટ્ટા પૈસાના બદલે ચોકલેટ આપવાની ઘટનાઓને કારણે ઘણો વિવાદ થયો હતો. જે પછી હરિયાણા સરકારે આ પ્રકારની ઘટના મુદ્દે કાર્યવાહી કરી હતી. આ ઘટના બાદ ઘણા રાજ્યની સરકારોએ પોતાના ત્યાં આવી ભૂલના થાય તે માટે ચેતવણી જાહેર કરી હતી. આ ઉપરાંત પ્રવાસીઓને પણ કંડકટર છુટ્ટાને બદલે ચોકલેટ આપે તો ફરિયાદ કરવા જાગૃકત કર્યા હતા.

You cannot copy content of this page