Only Gujarat

National

હજારો ફૂટ ઊંચે આકાશમાં મહિલાને ઉપડ્યું લેબર પેન, વિમાનની અંદર આમ થયો બાળકનો જન્મ

દિલ્હીથી બેંગ્લોર આવતા ઈન્ડિગોના વિમાનમાં એક ગર્ભવતી મહિલાએ પુત્રને જન્મ આપ્યો હતો. ઈન્ડિગોએ કહ્યું- અમે તેની પુષ્ટિ કરીએ છીએકે, બાળકનો જન્મ બુધવારે સાંજે 7.40 વાગ્યે દિલ્હીથી બેંગ્લોર જતી અમારી ફ્લાઇટ 6E122 માં થયો હતો.

બાળક પ્રિમેચ્યોર છે. જો કે, માતા અને બાળક બંને સ્વસ્થ છે. ડિલિવરી દરમિયાન ફ્લાઇટ ઓપરેશન સામાન્ય હતું. વિમાન સાંજે 7.40 વાગ્યે બેંગ્લોર એરપોર્ટ પર ઉતર્યું હતું. સૌને શુભેચ્છાઓ.

ડિલિવરી ક્રૂ મેમ્બરોએ કરાવી
ડિલિવરી એરલાઇન્સના ટ્રેંડ ક્રૂ સભ્યોએ કરાવી હતી. ઈન્ડિગોએ હજી સુધી બાળક અને બાળકની માતા વિશે વધારે માહિતી આપી નથી. ફ્લાઇટ બેંગ્લોર એરપોર્ટ પર ઉતર્યા પછી, ઈન્ડિગોના ક્રૂ સભ્યોએ બાળક અને તેની માતાને શુભેચ્છા પાઠવી અને ભેટ આપી. બાળકના જન્મની અનેક તસવીરો સોશિયલ મીડિયા પર પણ શેર કરવામાં આવી રહી છે.

બાળકને જીવનભર ફ્રી હવાઈયાત્રાની ભેટ મળી શકે
દરમિયાન એવું કહેવામાં આવી રહ્યું છે કે બાળકને ઈન્ડિગો એરલાઇન્સ દ્વારા મફત હવાઇ મુસાફરીની ભેટ આપી શકાય છે. સામાન્ય રીતે પ્લેનમાં જન્મ લેવા પર એરલાઈન્સ બાળકોને એવી તક આપે છે. જો કે, ઈન્ડિગો દ્વારા હજી સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

You cannot copy content of this page