Only Gujarat

Bollywood

રણબીરની આ એક્ટ્રેસ રહેતી હતી રાની મુખર્જીના દિયરના ઘરમાં, પણ અચાનક જ તૂટ્યા સંબંધો

મુંબઇ: રણબીર કપૂર સાથે ફિલ્મ ‘રોકસ્ટાર’માં કામ કરી ચૂકેલી એક્ટ્રેસ નરગિસ ફખરી આજકાલ તેની પર્સનલ લાઇફને લઇને ખૂબ ચર્ચાંમાં છે. આ પહેલા પણ તેમની પર્સનલ લાઇફમાં આવી રહેલા ઉતાર ચઢાવના કારણે તે ચર્ચામાં હતી. નરગિસ વિશે આજકાલ એવી વાતો સામે આવી રહી છે કે., તેમને ત્રીજી વખત કોઇ વિદેશી બાબુ સાથે પ્રેમ થઇ ગયો છે. કહેવાય છે, આ સંબંધને લઇને તે ખૂબ જ ગંભીર છે અને તેમનો આ રિયલ લવ છે.

ઉલ્લેખનીય છે કે નરગિસ આ પહેલા ઉદય ચોપડા સાથેના સંબંધને લઇને ચર્ચામાં હતી. ઉદય ચોપડા અને નરગિસ બહુ લાંબા સમય સુધી રિલેશનશિપમાં હતા. કહેવાય છે કે, બંને બહુ લાંબા સમય સુધી લિવ ઇનમાં પણ રહ્યાં હતા. જો કે લાંબા સમય સાથે રહ્યાં બાદ બંનેના સંબંધમાં અચાનક કડવાશ આવી ગઇ અને બંને જુદા થઇ ગયા.

એવી પણ ચર્ચા હતી કે ઉદય ચોપડા સાથે બ્રેક અપ બાદ નરગિસ ખૂબ દુ:ખી હતી અને તેણે ઇન્ડિયા છોડી દીધું હતું અને ન્યૂયોર્કમાં રહેવા જતી રહી હતી. બ્રેકઅપના કારણે નરગિસ ખૂબ જ ડિસ્ટર્બ હતી. ત્યારબાદ તેની લાઇફમાં હોલીવૂડ ફિલ્મમેકર મૈટ અલોંજોની એન્ટ્રી થઇ અને તેના બર્થડે સેલિબ્રેશનની તસવીર નરગિસે શૅર કરી હતી. જો કે જાણવા તો એ પણ મળ્યું હતું કે, આ જ તસવીર ઉદય ચોપડા અને નરગિસના બ્રેક અપનું કારણ બની હતી. મૈટ તથા નરગિસ બંને વર્ષ 2019માં લગ્ન કરશે તેમ માનવામાં આવતું હતું, પરંતુ એવું ન થઇ શક્યું

નરગિસ અને મૈટ અલોંજોનું પણ બ્રેકઅપ થઇ ગયું અને એક્ટ્રેસે તેના બધા જ ફોટો ઇન્સ્ટાગ્રામ પર ડિલીટ કરી દીધા હતા. નરગિસે તેને અનફોલો પણ કરી દીધો હતો.

નરગિસની વર્તનમાન જિંદગી વિશે વાત કરવામાં આવે તો તેમની જિંદગીમાં એક ન્યૂ લવની એન્ટ્રી થઇ છે. નરગિસ આજકાલ અમેરિકામાં શેફ જસ્ટિન સૈંટોસની સાથે ડેટ કરી રહી છે. બંનેના રિલેશનશિપના સમાચાર હાલ મીડિયામાં વહેતા થયા છે.

જાણવા મળ્યું છે કે નરગિસ કેલિફોર્નિયામાં રહે છે. જ્યારે જસ્ટિન ન્યૂયોર્કમાં રહે છે. જો કે બંને એકબીજા સાથે મુલાકાતનો સમય કાઢી લે છે. નરગિસની લવ લાાઇફને લઇને બોલિવૂડમાં તેમના ફ્રેન્ડસ ઇલિયાના ડિક્રૂજ અને લીઝા હેડને ખુશી વ્યક્ત કરી છે.

નરગિસ ફખરીના કરિયર વિશે વાત કરવામાં આવે તો તેમની છેલ્લી ફિલ્મ ‘અમાવસ’ હતી, જે ગત વર્ષે રિલીઝ થઇ હતી. તેમની આગળની ફિલ્મ ‘તોરબાઝ’ છે. જેમાં સંજય દત્ત પણ કામ કરી રહ્યાં છે. મૂવિ હાલ તેમના પ્રોડકશન સ્ટેજ પર છે.

You cannot copy content of this page