કચ્છના MP વિનોદ ચાવડાના ભાણેજનું શંકાસ્પદ મોત, થોડા દિવસ પહેલાં જ US આવ્યો હતો

આજે નખત્રાણાના કોટડા જડોદર પાસેથી એક કારમાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો છે. કારમાંથી મૃતદેહની સાથે એક રિવોલ્વર પણ મળી આવી હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસનો કાફળો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરી દીધી હતી. મહત્વની વાત એ છે કે, મૃત હાલતમાં જે મૃતદેહ મળ્યો તે કચ્છ સાંસદ વિનોદ ચાવડાના સગા ભાણેજ હોવાનું જાણવા મળી રહ્યું છે.

કચ્છના સાંસદ વિનોદ ચાવડાના 23 વર્ષીય ભાણેજ અક્ષય લોચાનો આજે નખત્રાણાના કોટડા જડોદર ગામ પાસે આવેલ ભાટનગરમાં પોતાની કારમાંથી મૃતદેહ મળ્યો હતો. આ ઘચનાની જાણ થતાં લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ત્યાર બાદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો ત્યારે પોલીસને કારમાંથી રિવોલ્વર પણ મળી હતી.

સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે, અક્ષય લોચા થોડા દિવસ પહેલાં જ અમેરિકામાં પોતાનો ડોક્ટરનો અભ્યાસ પૂર્ણ કરી માદરે વતન પરત ફર્યો હતો. અક્ષય નખત્રાણાના દેવર ગામનો વતની છે જ્યારે સાંસદ વિનોદ ચાવડા નજીકના સુખપર ગામના વતની છે. કારમાં અક્ષયનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ પડ્યો હતો અને તેની નજીક રિવોલ્વર પણ પડી હતી. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ હાલ આત્મહત્યાનો ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.

નખત્રાણાના કોટડા જડોદર ગામ પાસે જ્યાંથી યુવાનની કાર અને મૃતદેહ મળી આવ્યો છે તેની આસપાસના વિસ્તારને પોલીસ દ્વારા કોર્ડન કરી દેવામા આવ્યો છે. ભાણેજ અક્ષયની શંકાસ્પદ હાલત મોત થયાની જાણ થતાં સાંસદ વિનોદ ચાવડા નખત્રાણા CHC પર દોડી આવ્યા હતા. આ ઉપરાંત મૃતકના અન્ય પરિવારજનો પણ હોસ્પિટલ પર આવી પહોંચ્યા હતા. મૃતક યુવાન સાંસદના મોટા બહેનનો પુત્ર હોવાનું જાણવા મળી રહ્યું છે.

You cannot copy content of this page