Only Gujarat

National

લગ્ન પહેલાં જ પત્ની થઈ હતી ગર્ભવતી, સુહાગરાત પર પતિએ પત્નીના પેટ પર ટાંકા જોયા અને…

એક ખૂબ જ અજીબ અને શોકિંગ કિસ્સો સામે આવ્યો છે. RTIના ઉપયોગનો એક વિચિત્ર બનાવ બન્યો છે. લગ્ન પહેલાં જ પત્નીનું કોઇની સાથે અફેર હતું અને ફક્ત એટલું જ નહીં, પરંતુ તેણે ગર્ભપાત પણ કરાવ્યો હતો આ બાબત એક RTI દ્વારા સામે આવી હતી. આ આખી ઘટના બાદ પતિએ પોલીસમાં ફરિયાદ કરી હતી, બીજી તરફ પત્નીએ પણ ટોર્ચરનો કેસ કર્યો છે.

મધ્યપ્રદેશના શિવપુરીમાં એક પતિએ પોલીસને ફરિયાદ કરી છે. તેણે કહ્યું કે જૂન 2019માં તેના લગ્ન અશોકનગરની એક યુવતી સાથે થયા હતા. લગ્ન નક્કી થયા પહેલાં અમારી વચ્ચે વાતચીત થઈ હતી. હું ખૂબ જ ખુશ હતો. હું તેના પ્રેમમાં પડવા લાગ્યો હતો, પરંતુ સુહાગરાતની રાત્રે તેના પેટ પર મને 8 ટાંકા જોવા મળ્યા હતા. લગ્નના બે-ત્રણ દિવસ બાદ જ પત્નીએ ફોન પર કોઈની સાથે વાત કરવાનું શરૂ કર્યું હતું. અહીંથી મારી શંકા વધુ ગાઢ બની. મેં અશોકનગરમાં રહેતા મારા સંબંધીઓ સાથે વાત કરી ત્યારે બહાર આવ્યું છે કે, મારી પત્ની શાળામાં શિક્ષિકા હતી. ત્યાં એક શિક્ષક સાથે તેનું અફેર હતું.

યુવકે જણાવ્યું કે અફેર ની ખબર પડતાં મેં લગ્નના 10 દિવસ બાદ મારી પત્નીને પીયર મોકલી દીધી હતી અને તેને લેવા માટે ગયો નહીં તો મારી પત્નીએ મારી સામે ટોર્ચરનો કેસ કર્યો હતો. મને ખબર હતી કે, લગ્ન પહેલાં મારી પત્નીને અશોકનગરની એક ખાનગી હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. મેં માહિતી કાઢવા માટે RTIનો આશરો લીધો.

RTIના જવાબમાં મળેલી માહિતી મુજબ મારી પત્નીનો પ્રેગનેન્સી રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ રિપોર્ટ લગ્નના 3 મહિના પહેલાં ફેબ્રુઆરી, 2019નો છે. એક રિપોર્ટમાં પતિનું નામ (લગ્ન પહેલાં) પણ લખવામાં આવ્યું છે. પત્નીએ ત્રણ મહિનાના ગર્ભની હત્યા કરી છે. તેમણે આ જ અહેવાલ કોર્ટમાં રજૂ પણ કર્યો હતો.

પત્નીએ ખોટો કેસ કર્યો
પીડિતાના પતિએ જણાવ્યું કે, પત્નીએ અશોકનગરમાં મારી સામે ભરણપોષણનો કેસ નોંધાવ્યો હતો. આ કેસ હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે. તેમણે કહ્યું કે, આ કેસ માટે મારે ગુપ્ત રીતે અશોકનગર કોર્ટમાં આવીને જવું પડે છે, કારણકે તેની પત્નીએ ત્યાં તેના પર ઘણી વખત હુમલો કર્યો છે.

You cannot copy content of this page