આ ભારતીય યુવકે મિસાઇલ બનાવતા જાપાની કંપની થઇ ફિદા,માતાએ વેચી હતી જમીન

દેશની સુરક્ષાને અભેદ બનાવવા માટે મિસાઇલ મોડલ તૈયાર કરનારા નૌઇઝીલ ક્ષેત્રના ગૌતમ ચૌધરી હવે જાપાનની પ્રતિષ્ઠિત કંપનીમાં કામ કરશે. તેને વાર્ષિક 40 લાખ રૂપિયાના પેકેજ આપવામાં આવ્યું છે. આ કંપની ભારત માટે ડિફેન્સ સિસ્ટમ તૈયાર કરે છે.

ઉત્તરપ્રદેશના મથુરા પાસે જટપુરા ગામેના રહેવાસી વિદ્યાર્થી ગૌતમ ચૌધરી 2015થી 2019 સુધી એક એવી મિસાઇલ મોડલ બનાવવામાં લાગ્યો હતો જે એક સાથે અનેક લક્ષ્યો પર હુમલાઓ કરી શકે છે. પોતાના પરિવારની મૂડીને દાવ પર લગાવીને ગૌતમે એવું મિસાઇલ મોડલ તૈયાર કર્યું છે. ગૌતમે દાવો છે કે આ મિસાઇલ મોડલ પર કામ કરવામાં આવે તો આ દુનિયામાં અત્યાર સુધી નિર્મિત મિસાઇલો કરતા અલગ રહેશે. આ એક સાથે અનેક લક્ષ્ય પર હુમલાઓ કરી શકે છે. આ મોડલનું પ્રદર્શન તેના દ્ધારા મથુરા ડીએમ સર્વજ્ઞરામ મિશ્ર સમક્ષ કરાયું હતું.

બાદમાં ગૌતમે ગયા સપ્તાહમાં આ મોડલનું પ્રદર્શન બેંગલુરુ સ્થિત ઇસરોના સેન્ટરમાં કર્યું હતું. ત્યારબાદ ભારત માટે હથિયારો બનાવતી કંપનીના બેંગલુરુ સ્થિત ઓફિસનો સંપર્ક કર્યો હતો. અહી કંપનીને પોતાના કામની જાણકારી આપી હતી. જેના આધાર પર જાપાનમાં કામ કરનારી આ કંપનીએ ગૌતમને પોતાને ત્યાં 40 લાખ રૂપિયાના પેકેજ પર પસંદ કર્યો હતો.

ગૌતમના અભ્યાસની સાથે વર્ષ 2015માં મિસાઇલ બનાવવાનું ઝનૂન સવાર થયું હતું. ચાર વર્ષ સુધી વિવિધ એક્સપર્ટ્સની સહાયતાથી તેણે આ મિસાઇલ મોડલ બનાવ્યું હતું. ગૌતમે દાવો કર્યો હતો કે આ મોડલ પર તૈયાર થનારી મિસાઇલ એક સાથે 10 નિશાન સાધી શકે છે. તેમાં સોલિડ બુસ્ટર અને જેટ જેવા બે એન્જિન છે. જેનું વજન 35થી40 કિલોગ્રામ છે. દીકરાના સપનાને સાકાર થવા માટે ગૌતમની માતા કુંતી દેવીએ પોતાની જમીન પર વેચી હતી.

About Vaibhav Balar

Vaibhav Balar has been part of the industry when digital media was referred to as "online" media.

View all posts by Vaibhav Balar →