Only Gujarat

Bollywood FEATURED

આખરે કેમ મિર્ઝાપુર-2ના પ્રોડ્યુસરે માંગવી પડી માફી? આખરે શું છે પુરો મામલો?

મુંબઈ: મિર્ઝાપુર 2ના એક સીનને લઈને ઉઠેલા વિવાદમાં વેબ સીરીઝના મેકર્સે હિંદી ઉપન્યાસકાર સુરેન્દ્ર મોહન પાઠકની માફી માંગી લીધી છે. આ સાથે જ તેમણે સીરીઝથી વિવાદિત સીન હટાવવાની વાત પણ કરી છે. ફરહાન અખ્તર અને રિતેશ સિધવાનીના પ્રોડક્શન કંપની એક્સેલ એન્ટરટેઈનમેન્ટના ઑફિશિયલ ટ્વિટર હેન્ડલથી માફીનામું શેર કર્યું છે, જેમાં સૌથી નીચે સીરીઝના ક્રિએટર અને રાઈટર પુનીત કૃષ્ણાની સાઈન છે.

સુરેન્દ્ર મોહન પાઠકને સીરીઝના મેકર્સ પર કૉપીરાઈટ એક્ટના ઉલ્લંઘનનો આરોપ લગાવતા નારાજગી જાહેર કરી હતી. વિવાદ સીરીઝના એપિસોડ નંબર 3માં બતાવવામાં આવેલા સીનને લઈને હતો, જેમાં કુલભૂષણ ખરબંદા પાઠકની નૉવેલ ‘ધબ્બા’ વાંચતા નજર આવ્યા અને વૉઈસ ઓવરમાં ઈરૉટિક સીનને ડિસ્ક્રાઈબ કરવામાં આવ્યો.

ફરહાન અખ્તર અને રિતેશ સિધવાનીએ ટ્વીટ કરીને લખ્યું કે, પ્રિય સુરેન્દ્ર મોહન પાઠક, આ તમારા દ્વારા મોકલવામાં આવેલી નોટિસથી અમારા ધ્યાનમાં આવ્યું છે કે હાલમાં જ રિલીઝ વેબ સીરીઝ મિર્ઝાપુર-2માં એક સીન છે, જેમાં સત્યાનંદ ત્રિપાઠી નામનો કિરદાર ધબ્બા ઉપન્યાસ વાંચી રહ્યો છે, જે તમે લખી છે.

તેની સાથે જ એ સીનમાં ઉપયોગમાં લેવામાં આવેલા વૉયસઓવરથી તમારી અને તમારે પ્રશંસકોની ભાવનાઓ આહત થઈ છે. અમે એટલા માટે માફી માંગીએ છે અને તમને જણાવવા માંગીએ છે કે આ કોઈ પણ રીતે તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા માટે નહોતું કરવામાં આવ્યું.

તેમણે આગળ લખ્યું કે- અમે સુનિશ્ચિત કરવા માંગીએ છે કે તેને સુધારી લેવામાં આવશે. અમે 3 અઠવાડિયામાં આ સીનમાં બુકના કવર બ્લક કરી દેશું અથવા તો વૉયસઓવર હટાવી દેશું. પ્લીઝ અજાણતામાં તમારી ભાવનાઓ દુભાવવા માટે અમારી માફી સ્વીકાર કરો. તમને જણાવી દઈએ કે સુરેન્દ્ર મોહન પાઠકે મિર્ઝાપુર 2ના મેકર્સને નોટિસ મોકલતા આરોપ લગાવ્યો હતો કે આ સીરીઝે તેમની છબી ખરાબ કરવાનો પ્રયાસ કર્યો છે. તેમણે પ્રોડક્શન હાઉસને ચેતવણી આપી કે જો એ સીનને હટાવવામાં નહીં આવે તો તેઓ લીગલ એક્શન લેશે.

You cannot copy content of this page