Only Gujarat

Health

રસોડામાં રહેલી મેથીને ના સમજો સામાન્ય, બીપીથી લઈ ડાયાબિટિશને આમ રાખે કંટ્રોલમાં

અમદાવાદઃ વજન ઘટડાવાથી લઈને ત્વચાને સુંદર બનાવવા સુધી મેથીદાણાનો ઉપયોગ અનેક રીતે કરવામાં આવે છે. આ આયુર્વેદિક મેથી હાઈ બ્લડ પ્રેશર તથા ડાયાબિટીઝને કંટ્રોલ કરવામાં પણ ફાયદાકારક છે. જો તમને આમાંથી કોઈ બીમારી હોય તો જાણો કેવી રીતે મેથી ફાયદાકારક બને છે. 

શુગર કંટ્રોલ કરવામાં ઉપયોગીઃ મેથીદાણામાં સોલ્યુબલ ફાઈબર વધુ માત્રામાં હોય છે. શરીરમાં પહોંચ્યા બાદ આ સોલ્યુબલ ફાઈબર કાર્બોહાઈડ્રેટના અબ્ઝોર્વેશનની પ્રક્રિયાને ધીમી કરે છે. કાર્બોહાઈડ્રેટ એટલે કે તમે જે રોટલી, ભાત કે અન્ય અનાજ લીધું છે, મેથીદાણા શરીરની અંદર જઈને આ એબ્ઝોર્બની પ્રક્રિયાને ધીમી કરે છે. આનાથી ભોજનની પાચન ક્રિયા દરમિયાન ગ્લૂકોઝની માત્ર ધીમે ધીમે મળે છે અને લોહીમાં શુગરની માત્રા કંટ્રોલ કરે છે. 

મેથીદાણામાં અમીનો એસિડ્સ લોહીની અંદર શુગરને તોડીને તેનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે. આને કારણે લોહીમાં ઈન્સ્યૂલિનની માત્રા વધે છે અને ડાયાબિટીશ કંટ્રોલરમાં રહે છે. 

 મેથી નિયમિત ખાવાથી મેટાબોલિઝ્મને યોગ્ય રાખે છે. જો શરીરની અંદર આપણે જે ભોજન જમ્યા છીએ તેનું પાચન થયા બાદ એબ્ઝોર્બ થાય અને અનેક હિસ્સોમાં તૂટવાની પ્રક્રિયા યોગ્ય રીતે થાય તો શુગર કંટ્રોલમાં રહે છે. 

મેથી શરીરની આ ચયાપચયની ક્રિયાને યોગ્ય બનાવવામાં મદદ કરે છે. તમને ટાઈપ 1 કે ટાઈપ 2 ડાયાબિટીઝ થયો હોય તો પણ મેથી શુગર કંટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે. 

કેવી રીતે મેથીનો ઉપયોગ કરવોઃ મેથીના દાણા તુવેરની દાળમાં ઉકળતી વખતે નાખી શકો છો. કઢીના વખારમાં પણ મેથીના દાણા નાખવાથી ફાયદો થશે. આ ઉપરાંત તમે રોજ રાત્રે એક ચમચી મેથીના દાણા પાણીમાં પલાળી દો. બીજા દિવસે સવારે આ દાણા ચાવીને ખાઈ જવા. ત્યારબાદ એક કે બે ઘૂંટડા પાણી પી શકો.

You cannot copy content of this page