માતાના મોતથી દીકરો ઉદાસ થઈ ગયો, BMWના હાલ જોઈને પોલીસ પણ દોડતી થઈ ગઈ

nએક પુત્રે પોતાની માતાને ખોઈ બેસવાના આઘાતમાં એક એવું પગલું ભરી લીધું કે, જેની કોઈ કલ્પના પણ ના કરી શકે. પોલીસના જણાવ્યા મુજબ હકીકતમાં આ વ્યક્તિ પોતાનું માનસિક સંતુલન ખોઈ બેઠો છે. માંડ્યા જીલ્લાના શ્રીરંગપટનામાં BMW ડૂબી જવાની ખબર મળી છે.


શું છે આખી ઘટના?
આ ચોંકાવનારો મામલો કર્ણાટકનો છે. એક વ્યક્તિએ તેની BMW કાર નદીમાં ડુબાડી દીધી હતી. સ્થાનિકોને આ વાતની જાણ થતાં તુરંત જ પોલીસને સંપર્ક કર્યો હતો. પોલીસે જણાવ્યું કે, આ કારનો માલિક બેંગલુરુના મહાલક્ષ્મી લેઆઉટમાં રહે છે.


કોણ છે આ વ્યક્તિ?
આ માણસનું નામ રૂપેશ છે. તપાસ મુજબ તે ડિપ્રેશનનો શિકાર છે એટલા માટે જ તેણે BMW કારને કાવેરી નદીમાં ડુબાડી દીધી હતી. તમને જણાવી દઈએ કે, ભૂતકાળમાં રૂપેશે તેની માતાને ગુમાવી હતી. રુપેશ હજુ સુધી માતાના મોતના આઘાતમાંથી બહાર આવ્યો નથી અને ડિપ્રેશનમાં જવા લાગ્યો છે.


કાવેરી નદીમાં BMW!
તમને જણાવી દઈએ કે, નિમિષંબા મંદિરની પાસે તેમણે પોતાની મોંઘી કાર (BMW)ને વિચાર્યા વગર કાવેરી નદીમાં ધકેલી દીધી હતી. આ ઘટનાક્રમ ઘટ્યા બાદ જ્યારે તપાસ હાથ ધરવામાં આવી ત્યારે તેના સંબંધીઓએ પોલીસને તેના માનસિક સ્વાસ્થ્ય વિશે જણાવ્યું હતું.