Only Gujarat

Bollywood

47 વર્ષની મલાઈકા અરોરાને ફેશનનો ચઢ્યો એવો નશો કે માત્ર પહેર્યો શર્ટ ને બતાવ્યા સેક્સી પગ!

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ તથા આઈટમ ગર્લ મલાઈકા અરોરાએ હાલમાં જ મિત્રો સાથે પાર્ટીની મજા માણી હતી. મલાઈકાએ મુંબઈની એક રેસ્ટોરામાં અંગત મિત્રો સાથે પાર્ટી કરી હતી. જોકે, મલાઈકાએ પાર્ટીમાં જે આઉટફિટ પહેર્યાં હતાં, તેની ચર્ચા હાલમાં જોરશોરથી થઈ રહી છે.


મલાઈકાએ પાર્ટીમાં માત્રને માત્ર વ્હાઈટ શર્ટ પહેર્યો હતો. એક્ટ્રેસે શર્ટની નીચે પેન્ટ પહેર્યું નહોતું. મલાઈકાએ શર્ટ સાથે વિન્ટર બૂટ કૅરી કર્યાં હતાં. હાથમાં મોબાઈલ તથા કમર પર પર્સ સાથેનો એક બેલ્ટ બાંધ્યો હતો. ચહેરો બ્લેક માસ્કથી કવર હતો. માત્ર આંખો દેખાતી હતી.


પાર્ટીમાં મલાઈકાએ મિત્રો સાથે ડિનર તથા દારૂની ભરપૂર મજા માણી હતી. મલાઈકાએ પાર્ટીની તસવીરો પણ સોશિયલ મીડિયામાં શૅર કરી હતી. જોકે, આ પાર્ટીમાં મલાઈકાની બેસ્ટ ફ્રેન્ડ કરિશ્મા કપૂર, કરીના કપૂર જોવા મળ્યા નહોતા. આ ઉપરાંત મલાઈકાની બહેન અમૃતા અરોરા પણ આવી નહોતી.


મલાઈકાએ હાલમાં જ સોશિયલ મીડિયામાં અર્જુન કપૂર સાથેની તસવીર શૅર કરી હતી. આ તસવીર મલાઈકા જ્યારે દિવાળી સેલિબ્રેટ કરવા ધર્મશાલા ગઈ ત્યારની છે. અર્જુન કપૂર અહીંયા ફિલ્મ ‘ભૂત પોલીસ’નું શૂટિંગ કરતો હતો. આ ફિલ્મમાં સૈફ અલી ખાન પણ છે. કરીના કપૂર દીકરા તૈમુર સાથે અહીંયા આવી હતી.


ઓક્ટોબર મહિનામાં મલાઈકા તથા અર્જુન કપૂરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મલાઈકા 14 દિવસ સુધી હોમ આઈસોલેશનમાં રહી હતી. અર્જુન કપૂર પોતાના ઘરે એક મહિના સુધી હોમ આઈસોલેશનમાં હતો. મલાઈકાનો 14મા દિવસે કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવી ગયો હતો. જોકે, અર્જુનને ઠીક થવામાં 30 દિવસ જેટલો સમય લાગ્યો હતો. અર્જુન અને મલાઈકાની વચ્ચે ઉંમરમાં 13 વર્ષનું અંતર છે.

You cannot copy content of this page