મહિમા ચૌધરીની દીકરી અરિયાના બની ઇન્ટરનેટ પર પહેલી પસંદ, ઠેર-ઠેર થઈ રહી છે ચર્ચા

બૉલિવૂડ ઇન્ડસ્ટ્રીના સ્ટાર ઘણીવાર પોતાની ફિલ્મો અને પોતાની પર્સનલ લાઇફને લીધે ચર્ચામાં રહે છે. જેમાં કેટલાક સ્ટાર એવા છે જે ફિલ્મો અને પડદાની લાઈમલાઈટથી દૂર થઈ ગયા છે. પણ છતાં તે કોઈના કોઈ કારણે ચર્ચામાં રહે છે. આવા એક સ્ટારમાંથી એક છે મહિમા ચૌધરી.

એક્ટ્રસ મહિમા ચૌધરી છેલ્લાં ઘણાં સમયથી ફિલ્મી પડદાથી દૂર છે. પણ તે સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહે છે. ઘણીવાર પોતાના ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. ઉલ્લેખનીય છે કે, મહિમા ચૌધરીએ ફિલ્મ ‘પરદેશ’થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં તેમનો સાદગીભર્યો અંદાજ લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો.

અત્યારે ફરી એકવાર મહિમા ચૌધરી ચર્ચામાં છે. મહિમા ચૌધરી પોતાની દીકરી આરિયાનાને લીધે ચર્ચામાં છે. એક્ટ્રસ મહિમા ચૌધરી ઘણીવાર તેમની દીકરી સાથે જોવા મળે છે.

મહિમા ચૌધરીની દીકરી આરિયાના તેમની જેમ જ સુંદર લાગે છે. હાલમાં જ એક્ટ્રસ મહિમા ચૌધરીએ પોતાની બહેન આકાંક્ષા સાથે તેમની દીકરી આરિયાના અને પોતાના ભાણિયા રેહાનનું ડેન્ટિસ્ટ પાસે ચેકઅપ કરાવ્યું હતું. આ દરમિયાન ફોટોગ્રાફરે તેના ફોટો ક્લિક કર્યા હતાં.

મહિમા ચૌધરીના તેમની દીકરી સાથેના કેટલાય ફોટો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે. આ ફોટોમાં તેમની દીકરી સાથે સારું બોન્ડિંગ પણ જોઈ શકાય છે. આ ઉપરાંત અત્યારે સોશિયલ મીડિયા પર મા-દીકરીની જોડી છવાયેલી છે. અરિયાના ખૂબ જ સુંદર દેખાય છે. તેમની ક્યુટનેસ દરેક લોકોનું દિલ જીતી રહી છે.

સોશિયલ મીડિયા પર મહિમા ચૌધરીની દીકરી અરિયાનાના વીડિયો પણ વાઇરલ થઈ રહ્યા છે. જેના પર એક યૂઝરે કોમેન્ટ કરતાં લખ્યું કે, ‘‘ માની કાર્બન કોપી’’.

મહિમા ચૌધરી અને તેમની દીકરીના ફોટો પર ફેન્સ કોમેન્ટ્સનો વરસાદ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, મહિમા ચૌધરી ઘણીવાર તેમની દીકરી સાથેના ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. મહિમા ચૌધરી તેમના પતિ પાસેથી છૂટાછેડા લઈને અલગ થઈ ગઈ છે અને તે પોતાની દીકરી અરિયાનાનું ભરણપોષણ એકલા કરી રહી છે.

You cannot copy content of this page