Only Gujarat

National

ચાર વર્ષના બાળકને કરડ્યા બાદ સાપે તડપી તડપીને દમ તોડ્યો, બાળકનો વાળ પણ વાંકો ન થયો

એક ખૂબ જ આશ્ચર્ય પમાડતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક ઝેરી કોબ્રાએ ચાર વર્ષના બાળકને ડંખ માર્યો હતો. જોકે બધાની આંખો ત્યારે પહોળી થઈ ગઈ જ્યારે બાળકને ડંખ માર્યા બાદ સાપનું તડપી તડપીને મોત થયું હતું. આ સમગ્ર ઘટના માત્ર 30 સેકન્ડમાં બની હતી. બીજી તરફ બાળક સંપૂર્ણ સ્વસ્થ છે. બાળકમાં કંઈક દૈવી શક્તિ હોવાનું લોકો માની રહ્યા છે. બાળક અને મૃત સાપને જોવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

બિહારના ગોપાલગંજ જિલ્લાના માધોપુર ગામમાં રહેતા રોહિત કુમારને ચાર વર્ષનો દીકરો અનુજ છે. આ બાળક તેના મામાના ઘરે દરવાજા પાસે રમી રહ્યો હતો ત્યારે બાજુના ખેતરમાં સાપ આવી ચડ્યો હતો. જેણે અનુજના પગમાં જંખ માપર્યો હતો.

સાપ કરતાં જ ત્યાં હાજર બાળકો ડરીને ભાગી ગયા હતા. જ્યારે ત્યાં હાજર લોકોની નજર ઝેરી સાપ પર પડી તો લાકડી લઈને સાપને મારવા દોડ્યા હતા. પણ બધાના આશ્ચર્યની વચ્ચે લોકો પહોંચ્યા પહેલાં જ સાપે તડપી તડપીને દમ તોડી દીધો હતો. આ આખી ઘટના 30 સેકન્ડમાં બની ગઈ હતી.

સાપના મોત બાદ બાળક અનુજ ત્યાં રમવા લાગ્યો હતો. પરિવારના સભ્યો તેને તાત્કાલિક સદર હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં લઈ ગયા, જ્યાં ડોક્ટરે તેની સારવાર શરૂ કરી. ડૉક્ટરે કહ્યું કે બાળક સંપૂર્ણ સ્વસ્થ છે અને તેને કોઈ ખતરો નથી.

મૃત કોબ્રાને લઈને લોકો હોસ્પિટલ પહોંચ્યા: પરિવારજનોએ મૃત કોબ્રાને બોક્સમાં ભરીને હોસ્પિટલ લઈ ગયા, જેથી ડોક્ટરને સાપને ઓળખવામાં કોઈ મુશ્કેલી ન પડે અને બાળકને યોગ્ય સારવાર મળે. હોસ્પિટલમાં પાંચ ફૂટ લાંબો મૃત સાપ જોઈને બધાની આંખો પહોળી થઈ ગઈ હતી.

કુતૂહલ અને રહસ્યનો વિષય બન્યો: બીજી તરફ માસૂમ બાળકને કરડવાથી ઝેરી કોબ્રાનું મોત કેવી રીતે થયું તે બધામાં કુતૂહલ અને રહસ્યનો વિષય છે. બાળક અને મૃત કોબ્રાને જોવા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.

You cannot copy content of this page