Only Gujarat

National

જેમને સંતાન જોઈતા હતા એવી મહિલાઓ સાથે કરતો આવું કામ, બાબા એક સમયે હતો ડાકુ

એક રેપિસ્ટ બાબાની કરમકુંડળી સામે આવે છે. આ ઢોંગી બાબા પાસે નિઃસંતાન દંપતીઓ સંતાનપ્રાપ્તિ માટે આવતા હતા. બાદમાં તે સાધનાના નામે મહિલાએ સાથે દુષ્કર્મ આચરતો હતો. એટલું જ નહીં પૂજાના નામે સારી એવી રકમ પર પડાવતો હતો. આ બાબાનો ઈતિહાસ તપાસ્યો તો પોલીસ પણ ચોંકી ગઈ હતી.

બિહારના મધેપુરામાં પુત્ર થશે તેવું સપનું દેખાડીને મહિલાનો રેપ કરનાર રેપિસ્ટ બાબા એક સમયે ડાકુ હતો. જેનું સાચુ નામ કૈલાશ પાસવાન ઉર્ફે ‘ચિલ્હકા બાબા’ છે. પહેલેથી જ આશિક મિજાજ ધરાવતા કૈલાશને પહેલવાનીનો પણ શોખ હતો. તેની પાસે એક ઘોડો પણ હતો, જેના પર તે શાનથી ફરતો હતો. 2-3 મહિના પહેલા જ તેને ઘોડો વેચી દીધો હતો. નિઃસંતાન દંપતીઓને સંતાન થશે તેવી ખોટી વાત કરીને તેની પાસેથી સારી એવી રકમ પડાવી લેતો હતો અને પૂજાની આડમાં તે મહિલાઓને પોતાનો શિકાર પણ બનાવતો હતો. કૈલાશ પાસવાનનો ભાંડો ફુટ્યા બાદ ગામના લોકો પણ તેના વિશે ખુલીને વાત કરવા લાગ્યા.

મધેપુરા જિલ્લાની એક પ્રાથમિક વિદ્યાલયના શિક્ષકનો સોથી નાનો કૈલાશ પાસવાનની તંત્ર સાધનાના જોરે ‘ચિલ્હકા બાબા’ બનવાની વાત હવે સામે આવવા લાગી છે. ગામમાં જ અંબિકા પાસવાનના ઘરમાંથી લૂંટ કરવાના આરોપમાં કૈલાશ પાંચ વર્ષથી વધુ સમય સુધી જેલની સજા કાપી ચુક્યો છે.

પહેલવાની કરવાનો હતો શોખીન
શરીરથી મજબૂત કૈલાશ જ્યારે જવાન હતો ત્યારે પહેલવાની પણ કરતો હતો. તે સમયે તે મોંઘી નસ્લના સલ્હૈશા ઘોડા પર ચઢીને ફરતો રહેતો. ત્રણ માસ પહેલા તેની પાસે ઘોડો હતો, જેને વેચી દીધો છે. જેલમાંથી છુટ્યા બાદ તેને ડોકટરીના અભ્યાસની અંગ્રેજી પુસ્તકો ખરીદી અને નકલી ડોકટરનું કામ કરવા લાગ્યો. એક મહિલા સાથે અવૈધ સંબંધ રાખવાની પણ ચર્ચા ગ્રામવાસીઓ કરતા હતા.

નિઃસંતાનને તંત્રની મદદથી બાળક પેદા કરવાનો કરતો હતો દાવો
લોકોના જણાવ્યા મુજબ આશિક મિજાજ હોવાને કારણે કૈલાશની નજર હંમેશા મહિલાઓ પર જ રહેતી હતી. આ કારણે નિઃસંતાન મહિલાઓને પોતાના ઈલાજ અને તંત્રના માધ્યમથી બાળક પેદા કરાવવાનો દાવો કરવા લાગ્યો. આ વચ્ચે કથિત રીતે કેટલીક મહિલાઓને બાળક પણ થયા. પરંતુ શરૂઆતના દિવસોમાં તેનું આ કામ ગુપ્ત રીતે થતું હતું. પરંતુ ધીમે ધીમે જ્યારે તેનું નામ ચર્ચાવા લાગ્યું તો તેને પોતાના ઘરમાં પૂજા ઘર બનાવ્યું અને ‘ચિલ્હકા’ સ્થાનની સ્થાપના કરી.

ચિલ્હકાને મિથિલાંચલમાં બાળક કહેવાય છે. જે બાદ તેના ઘરમાં દૂર દૂરથી નિઃસંતાન દંપતીઓ આવવા લાગ્યા. જેમાંથી અનેક મહિલાઓને બાળક પણ થયા. મળતી માહિતી મુજબ જે દંપતીઓની સારવાર અને તંત્ર સાધનાથી કથિત રીતે સંતાન થતા હતા, કૈલાશ તેમનો ફોટો સાચવી લેતો હતો. તે ફોટોની પાછળ દંપતીનું નામ, એડ્રેસ લખીને રાખતો હતો. જ્યારે કોઈ નવું દંપતી તેની પાસે આવતું તો કૈલાશ તેમને તે ફોટો દેખાડીને છેતરતો હતો. ગુરુવારે જ્યારે પોલીસે તેના ઘરના પૂજા ઘરમાં તપાસ કરી તો ત્યાંથી અનેક દંપતીઓના ફોટા મળ્યા હતા.

બાળક ન થવાને કારણે કટિહારના દંપતીને પૈસા પરત કરવા પડ્યા હતા
લોકોનું કહેવું છે કે નિઃસંતાન દંપતી પાસેથી તેમની આર્થિક સ્થિતિ જોઈને પૈસા પડાવતો હતો. કોઈ પાસેથી 51 હજાર રૂપિયા પણ મળી જતા હતા. તેમાંથી કેટલાંક રૂપિયા પહેલા અને કેટલીક બાદમાં લેતો હતો. આજુબાજુના લોકોનું માનીએ તો સંભવતઃ ડિસેમ્બરમાં કૈલાશના ઘરે વિવાદ પણ થયો હતો. તે સમયે કટિહાર જિલ્લાનું એક દંપતી સતત આવ્યા બાદ પણ બાળક ન થતા પોતાના રૂપિયા પરત માગ્યા હતા. હાલ તો પૂર્ણિયા જિલ્લાના રૂપૌલી પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ કૈલાશ પાસવાન વિરૂદ્ધ દુષ્કર્મનો કેસ કર્યો છે જે બાદથી તે ફરાર છે. જ્યારે પોલીસે મહિલાના કપડા ફોરેન્સિક તપાસ માટે મોકલી દીધા છે. સાથે મહિલાને મેડિકલ તપાસ માટે મોકલી દીધી છે.

You cannot copy content of this page