Only Gujarat

National

જોડીયા દીકરી જન્મી તો રથથી લાવ્યા ઘરે

મધ્યપ્રદેશના ધારના કોણદા ગામમાં બે જોડીયા દીકરીઓનાં જન્મ થવા પર પરિવાર ખુબ ખુશ થયો અને બંને દીકરીઓ અને તેની માતાને શણગારેલા રથમાં બેસાડીને ઘરે લાવવામાં આવી. આ પહેલા બંને દીકરીઓ અને માતાના રથને ઢોલ અને નગારાની સાથે બે કલાક સુધી સમગ્ર નગરમાં ફેરવવામાં આવ્યો. આ દરમિયાન દીકરીઓના દાદા-પિતા અને પરિવારના અન્ય લોકોએ રથની સામે ડાન્સ કર્યો હતો.


કોણંદામાં રહેનારી મયૂર ભાયલની પત્ની તેના પિતાના ઘરે દોગાંવ ગામમાં ગઈ હતી. તેણે અહીં 11 સપ્ટેમ્બર 2021ના રોજ એટલે કે ગણેશ ચતુર્થીના દિવસે જ બે જોડિયા દીકરીઓને જન્મ આપ્યો હતો. પરિવારની સહમતિથી બંને દિકરીઓનું નામ રિદ્ધિ અને સિદ્ધિ રાખવામાં આવ્યું. ચાર મહિના પછી શનિવારે દીકરીઓની સાથે વહુ પોતાના સાસરે પરત આવી હતી.


સાસરીયાએ દીકરીઓને તેના નાના ઘરેથી દાદાના ઘરે લાવવા માટે ખૂબ ધામધૂમ કરી હતી. ગામમાં માતાજીના મંદિરેથી ડીજે અને ઢોલની સાથે લોકોએ રિદ્ધી-સિદ્ધીનું સ્વાગત કર્યું હતું. શનિવારે સવારે 11 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધી દીકરીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.


પુત્રીઓના દાદા જગદીશ ભાયલના વિચારની ગામના લોકો પ્રશંસા કરી હતી. દોઢ વર્ષ પહેલા જગદીશે પોતાના દિકરાના લગ્ન ધામધૂમથી કર્યા હતા. ગણેશ ચતુર્થીના દિવસે જ વહુએ બે દીકરીઓને જન્મ આપ્યો હતો. દીકરીના પિતા મયૂર ભાયલની કુક્ષીમાં કપડાની દુકાન છે. દાદા જગદીશ ભાયલની 6 વીધા ખેતી છે.

You cannot copy content of this page