Only Gujarat

Gujarat

આવી’તી કરોડોનું સામ્રજ્ય ઉભું કરનાર ધીરૂભાઈ અંબાણીની લવસ્ટોરી, લોકો આજે પણ કરે છે યાદ

24 ફેબ્રુઆરી એટલે આજે કોકીલાબેન અંબાણીનો જન્મ દિવસ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તરીકે દેશનું સૌથી મોટું બિઝનેસ એમ્પાયર ઉભું કરનારા ધીરુભાઇ અંબાણીનો જન્મ 28 ડિસેમ્બર 1932ના રોજ ગુજરાતના જુનાગઢ જિલ્લાના એક નાના ગામ ચોરવાડમાં થયો હતો. ધીરુભાઇનું જીવન સંઘર્ષોથી ભરેલું રહ્યું. ખુબ જ નાની ઉંમરથી તેઓએ વિવિધ કામ શરૂ કરી દીધું. તેઓએ પકોડા પણ વેંચ્યા અને યમનમાં પેટ્રોલ પંપ પર નોકરી પણ કરી પરંતુ પોતાની મહેનત અને બુદ્ધીથી એક મોટું વ્યાપારિક સામ્રાજ્ય ઉભું કરવામાં સફળ રહ્યાં.

ધીરુભાઇએ જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના કરી તે તેમના પુત્ર મુકેશ અંબાણીના નેતૃત્વમાં સતત આગળ વધી રહી છે. ધીરુભાઇ અંબાણીનું મૃત્યુ 6 જુલાઇ 2002ના રોજ હ્યદય રોગના હુમલાથી થયું. એ સમયે તેમની સંપત્તિ 62 હજાર કરોડ રૂપિયાથી વધુ હતી. ધીરુભાઇ અંબાણી પોતાની પત્ની કોકિલાબેનને ખુબ જ પ્રેમ કરતાં હતા. કોકિલબેનનું કહેવું છે કે તે કોઇપણ મહત્વપૂર્ણ નિર્ણય તેમને પુછ્યા વગર કરતાં ન હતા. ધીરુભાઇના નિધન બાદ કોકિલાબેને મુદ્રા વેબસાઇટને એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેઓએ પતિ સાથે જોડાયેલી યાદો શેર કરી હતી. જેનાથી જાણવા મળે છે કે ધીરુભાઇ એક મોટા ઉદ્યોગપતિ હોવાની સાથે જ પોતાની પત્નીને ખુબ જ પ્રેમ કરનારા વ્યક્તિ પણ હતા.

ધીરુભાઇના મનમાં પત્ની માટે એટલો પ્રેમ અને ઇજ્જત હતી કે તેઓ દરેક નવા કામની શરૂઆત તેમના હાથે જ કરાવતા હતા. તેઓ દરેક કાર્યક્રમમાં તેમને સાથે લઇ જતા હતા. ધીરુભાઇ અંબાણી જે કોઇપણ પ્રોજેક્ટ શરૂ કરતાં હતા પહેલા એ અંગે કોકિલાબેન સાથે જરૂર ચર્ચા કરતા હતા.

કોકિલાબેનને ધીરુભાઇનો પ્રેમ વ્યક્ત કરવાનો અલગ જ અંદાજ હતો જે તેઓને ખુબ પસંદ પણ હતો. કોકિલાબેને જામનગરમાં ક્યારેય કોઇ મોટી ગાડી કે કાર જોઇ ન હતી. તેઓએ કહ્યું કે એક વખત હું ચોરવાડથી અદેન શહેર માટે નીકળી પરંતુ ત્યાં પહોંચ્યા પહેલા જ ધીરુભાઇનો ફોન આવ્યો કે મેં તારા માટે એક કાર લીધી છે અને પુછ્યું કે કારનો રંગ કેવો છે તો જવાબમાં કહ્યું કે ‘it is black, like me.’ કોકીલાબેને તેમનો આ જ અંદાજ ખુબ જ પસંદ હતો.

કોકિલાબેને પોતાનું શિક્ષણ ગુજરાતી સ્કૂલમાં મેળવ્યું. તેઓને અંગ્રેજી નહતું આવડતું. જ્યારે પરિવાર મુંબઇ શિફ્ટ થયો તો ત્યાંના માહોલમાં ઢળવા માટે અંગ્રેજી આવડવું ફરજિયાત થઇ ગયું. ધીરુભાઇે કોકિલાબેનને અંગ્રેજી શીખવાનું કહ્યું. ઘરમાં બાળકોને ભણાવવા માટે જે ટ્યુટર આવતા હતા તેમની પાસેથી જ કોકિલાબેને અંગ્રેજી શીખી.

ધીરુભાઇ જ્યારે પણ કોઇ કામથી બહાર જતા હતા તો પત્ની કોકિલાબેનને સાથે લઇ જતા હતા. પહેલા તેઓ પોતાના પ્રોજેક્ટ સાથે જોડાયેલા કામને પૂર્ણ કરતાં તો કોકિલાબેન શહેર સાથે જોડાયેલી જાણકારી એકત્રિત કરતાં પછી કામમાંથી ફ્રીય થયા બાદ બંને ફરવા જતા. ધીરુભાઇ તેઓને શહેરની ખાસ વાતો અને હોટેલો અંગે વાતો કરતાં.

કોકિલાબેન કહેતી કે ધીરુભાઇએ ખુબ ઉંચાઇ મેળવી પરંતુ ક્યારેય ઘમંડ મનમાં આવવા ન દીધો. કોકિલાબેને જણાવ્યું કે માત્ર પોતાના મિત્રોને જ નહીં પરંતુ મને પણ ફરવા સાથે લઇ જતા એટલું જ નહીં મને પણ મારા મિત્રોને બોલાવવાનું કહેતા.

કોકિલાબેને જણાવ્યું કે જ્યારે ધીરુભાઇએ નવું પ્લેન ખરીદ્યુ તો કહ્યું કે આ તમને ગિફ્ટ છે. એ પ્રસંગે ઘણા મિત્રો આવ્યા હતા. કોકિલાબેને કહ્યું કે એ સમયે તેઓએ મારા મિત્રોને બોલાવવાનું પણ કહ્યું. ધીરુભાઇએ પોતાના જીવનમાં ગરીબી જોઇ તો દેશની સૌથી મોટી કંપની ઉભી કરી. તેઓ ખુબ સારા પતિ અને પિતા હતા. તેઓએ પુત્ર-પુત્રવધુ, ભાણેજ-ભત્રિજાથી ભરેલા પરિવારમાં ખુબ જ ખુશીથી જીવન વિતાવ્યું.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page