Only Gujarat

Gujarat

કિન્નરને દીલ આપી બેઠો પતિ, કિન્નર આવવા લાગ્યો ઘરે, પત્નીની આંખ સામે ખેલાતો વાસનો ખેલ

સુરતમાં સામે આવી છે એક અનોખી પ્રેમ કહાની. જેમાં પતિ સ્વરૂપવાન પત્નીને છોડીને કિન્નરના પ્રેમમાં પાગલ થઈ ગયો. એટલું જ નહીં પતિ અને કિન્નર વચ્ચે શારીરિક સંબંધ પણ શરૂ થઈ ગયો. પત્નીએ જ્યારે આ વાતનો વિરોધ કર્યો ત્યારે પતિએ પત્નીને શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું. આખરે મહિલાએ પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

પતિ-પત્નીના સંબંધોને લાંછન લગાડતા આ કિસ્સાની વિગત એવી છે કે, સુરત શહેરના સલાબતપુરાની વસાહતમાં રહેતી 20 વર્ષિય હીના( નામ બદલ્યું છે)ના બે વર્ષ પહેલા તેના જ સમાજના સલમાન (નામ બદલ્યું છે) સાથે રીતિરિવાજ મુજબ પરિવારની મરજીથી થયા હતા. સલમાન રિક્ષા ચલાવે છે. લગ્ન બાદ શરૂઆતમાં સલમાન અને તેનો પરિવાર સ્વરૂપવાન હીનાને સારી રીતે રાખતો હતો. પરંતુ થોડા દિવસો પછી પતિ-સાસુ-સહિતનાઓ નાની-નાની વાતે હેરાન કરતા હતા, અપશબ્દો બોલતા હતા અને માર પણ મારતા હતા. સલામાન હીનાને કહેતો કે તેણે માત્ર પરિવારની ખુશી ખાતર લગ્ન કર્યા છે.

આમ કહીને તે અવારનવાર હીનાનું અપમાન કરતો હતો. પરંતુ હીના મૂંગામોઢે પતિનો ત્રાસ સહન કરતી હતી. રિક્ષા ફેરવતો સલમાન આખો દિવસ શહેરમાં ફરતો રહેતો હતો. એક દિવસ તેની મુલાકાત એક કિન્નર સાથે થઈ. બંને એકબીજાને દિલ આપી બેઠા. વાત એટલી આગળ વધી કે તેમની વચ્ચે શારીરિક સંબંધ પણ શરૂ થઇ ગયો. બંને શહેરમાં ખુલ્લેઆમ ફરવા લાગ્યા. સલમાન કિન્નરને ઘરે પણ લાવવા લાગ્યો હતો. તે પોતાની પત્ની હીનાની આંખ સામે જ કિન્નર સાથે સંબંધ બાંધતો હતો.

જેથી પતિની હરકતોથી હેરાન-પરેશાન થયેલી હીના પિતાના ઘરે ચાલી ગઈ હતી. તેને હતું કે પિયરમાં ગયા બાદ તેનો પતિ સુધરી જશે. પરંતુ સલમાનમાં કોઈ પરિવર્તન આવ્યું નહોતું. તે હજુ પણ કિન્નરની સાથે જ ફરતો હતો અને તેમની વચ્ચે સંબંધો ચાલુ જ રહ્યા હતા. હીના જ્યારે આ મામલે ફરિયાદ કરતી હતી ત્યારે તેના સાસુ પણ સલમાનનો જ પક્ષ લેતા હતા.

આખરે પતિની આદતોથી કંટાળેલી હીનાએ પતિ અને સાસરિયા વિરુદ્ધ પહેલા સલાબતપુરા પોલીસમાં અરજી આપી હતી. પોલીસ અધિકારીએ તેને મળવા બોલાવી ત્યારે તેણે આપવીતી જણાવી હતી. પોલીસે કેસની ગંભીરતા જોઈને પતિ તેમજ સાસરિયા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

 

You cannot copy content of this page