247 એકરમાં ફેલાયેલું છે કરીના કપૂરની આ ખાસ ફ્રેન્ડનું ફાર્મહાઉસ

મુંબઈઃ તમે બૉલિવૂડ સેલિબ્રિટીના બંગલા અને ફાર્મહાઉસના ફોટો તો જોયા જ હશે, પણ કરીના કરીના કપૂર ખાનની ખાસ ફ્રેન્ડ નતાશા પૂનાવાલાના ફાર્મહાઉસના ફોટો કદાચ જોયા હશે નહીં. નતાશા સમાજસેવી છે અને પોતાના બોલિવૂડ ફ્રેન્ડની પાર્ટીમાં આવતી જતી રહે છે. ઉલ્લેખનીય છે કે, નતાશા ભારતમાં કોરોના વેક્સિન બનાવનારા સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના CEO અદર પૂનાવાલાની પત્ની છે.

ઉલ્લેખનીય છે કે, નતાશાનું આ ફાર્મહાઉસ લોનાવાલામાં છે. તેમનું આ ભવ્ય ફાર્મહાઉસ 247 એકરમાં ફેલાયેલું છે. જેને ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યું છે. તેની અંદરની વસ્તુઓ પણ યૂનિક છે.

નતાશા પૂનાવાલા પોતાના સુંદર અને સ્ટાઇલિશ અંદાજને લીધે બૉલિવૂડ એક્ટ્રસને પણ ટક્કર આપે છે. તે ફૅશનની બાબતમાં નંબર વન છે. તે એક ફૅશન મેગેઝિનના કવર પેજ પર પણ આવી ગઈ છે.

એટલું જ નહીં નતાશા બૉલિવૂડની ગ્લેમરસ ગર્લ ગેન્ગનો પણ ભાગ છે. તે કરીના કપૂર અને મલાઇકા અરોરા સાથે ઘણી મસ્તી કરતી પણ જોવા મળી છે.

અદાર અને નતાશાની પ્રોપર્ટી વિશે વાત કરીએ તો મુંબઈ અને પુણેમાં તેમની ઘણી પ્રોપર્ટી છે. જેની કિંમત કરોડો રૂપિયા છે. આ લિસ્ટમાં પુણેમાં 750 કરોડનો બંગલો, એક ફાર્મહાઉસ અને મુંબઈમાં લૅવેશિ લિંકન હાઉસ પણ સામેલ છે. આ દરેક ઘર ખૂબ જ આલિશાન છે.

આ ઘરને લક્ઝુરિયસ અને સ્ટાઇલિશ બનાવવા માટે અદાર અને નતાશાએ દુનિયાની મોંઘી વસ્તુનો ઉપયોગ કર્યો છે. જેનાથી વધારે એટ્રેક્ટિવ બનાવી શકાય, પણ નતાશાનું લોનાવાલામાં એક ફાર્મહાઉસ પણ છે. જે કોઈ મહેલ કરતાં ઓછું નથી.

આ ફાર્મહાઉસ 247 એકરમાં ફેલાયેલું છે. જે બહારથી સિમ્પલ છે. આ ફાર્મહાઉસની આસ-પાસ ઘણી હરિયાળી છે. વર્ષ 2016માં નતાશાએ આ ફાર્મહાઉસને સુંદર બનાવવાનું કામ સુજૈન ખાને સોંપવામાં આવ્યું હતું.

સુજૈન ખાને આ ફાર્મહાઉસમાં ઘણાં ફેરફાર કર્યા છે. જેમાં હૉલ, ડાઇનિંગ ટૅબલથી બૅડરૂમ પણ સામેલ છે. ખાસ વાત છે કે, આ આખા ફાર્મહાઉસમાં સુજૈને ખૂબ જ સુંદર ફર્નીચર પણ બનાવડાવ્યું છે. જેનાથી આ ખૂબ જ એટ્રેક્ટિવ અને ભવ્ય દેખાય છે.

તેમણે લિવિંગ રૂમમાં ભવ્ય સોફા લગાવ્યા છે. જેની આસપાસ ઘણી સ્પેસ રાખવામાં આવી છે. તો, ફાર્મહાઉસમાં પાર્ટી માટે એક મોટો હૉલ પણ છે અને તેમાં એક મોટું ડાઇનિંગ ટૅબલ પણ છે. જેના પર 12 લોકો સરળતાથી એક સાથે જમી શકે છે.

You cannot copy content of this page