Only Gujarat

Sports

કરણ જોહરની પાર્ટીમાં બોલિવૂડ સુંદરીઓએ ખૂબ કરી મજા, સારાનું ટોપ બન્યું આકર્ષણનું કેન્દ્ર

મુંબઈઃ ફિલ્મમેકર કરણ જોહર બોલિવૂડમાં ગ્રાન્ડ અને લેવિશ પાર્ટી આપવા માટે જાણીતો છે. જોકે, કોરોનાને લીધે ઘણાં સમયથી તેણે પાર્ટી ઓર્ગેનાઇઝ કરી નહોતી. જોકે, હવે ઘણાં સમય પછી કરણ જોહર તરફથી એક હાઉસ પાર્ટી રાખવામાં આવી હતી, જેમાં સૈફની દીકરી સારા અલી ખાન, ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડે ઉપરાંત ડિઝાઈનર મનીષ મલ્હોત્રા અને શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન સહિતના સેલેબ્સ આવ્યા હતા. આ દરમિયાન સારા અને અનન્યાને ઘણાં ફોટો પણ ક્લિક કરાવ્યા હતા.

એક ફોટોમાં સારા અલી ખાન અને અનન્યા પાંડે ડિઝાઈનર મનીષ મલ્હોત્રા સાથે પોઝ આપતી જોવા મળી રહી છે. આ ફોટોમાં તે હસતાં દેખાઈ રહ્યાં છે. આ દરમિયાન મનીષ મલ્હોત્રા બ્લેક સૂટમાં જોવા મળી રહ્યાં છે.

કરણ જોહરની હાઉસ પાર્ટીમાં સારા અને અનન્યા એક કારમાં આવ્યાં હતાં. આ દરમિયાન સારાએ ઓરેન્જ ટૉપ અને અનન્યાએ વ્હાઇટ ટોપ અને જીન્સ પહેર્યું હતું.

પાર્ટીમાં શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન પણ જોવા મળી હતી. જોકે, આ દરમિયાન તેમણે બ્લેક કલરનું માસ્ક પણ પહેર્યું હતું.

પાર્ટીમાં સારા અને અનન્યા મનીષ મલ્હોત્રા સાથે ગેટ પર જ ઘણાં ફોટો પડાવ્યા હતા.

આ પાર્ટી દરમિયાન મનીષ મલ્હોત્રા સારા અને અનન્યા સાથે એન્જોય કરતા જોવા મળી રહ્યાં છે.

પાર્ટીમાં પહોંચ્યા પહેલાં સારા અલી ખાને કારમાં માસ્ક પહેરી રાખ્યું હતું, પણ પાર્ટીમાં આવતાં જ તેમણે માસ્ક હટાવી દીધું હતું.

આ ઉપરાંત ન્યૂલી વેડ્સ ગૌહર ખાન પતિ જૈદ દરબારનો હાથ પકડી મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થઈ હતી.

તો ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા રિઝવાન સાજન સાથે જોવા મળી હતી. બીજી તરફ મુંબઈના એક સ્ટુડિયો બહાર તારા સુતરિયા સ્પોટ થઈ હતી.

You cannot copy content of this page