Only Gujarat

Bollywood

એક સમયે કપિલ શર્મા ટેલિફોન બૂથમાં કરતો હતો કામ ને આજે છે કરોડોનો માલિક

કપિલ શર્મા…જેમણે ભારતમાં કોમેડી કિંગ ઓફ ઇન્ડિયાનું ટાઇટલ આપવામાં આવ્યું છે. આજનો યુગ ભલે ઓટીટીનો છે, પરંતુ આજે પણ ફેમિલી ટાઇમમાં ‘ધ કપિલ શર્મા શો’ને જ જોવામાં આવે છે. જોકે ભારતમાં અનેક કોમેડિયન સ્ટાર્સ બન્યા છે પરંતુ કપિલ કોમેડી ઇન્ડસ્ટ્રીનું તે નામ છે જે સ્ટારડમના મામલે મોટા-મોટા સુપરસ્ટાર્સથી પણ આગળ છે. આજે ગામ હોય કે શહેર, લગભગ જ કોઈ ઘર એવું હશે જ્યાં ટીવી ઉપર કપિલ શર્મા શો જોવામાં આવતો ન હોય. હાલ કપિલ શર્મા પોતાની નવી ફિલ્મ જ્વિગાટોની રિલીઝને લઇને ચર્ચામાં છે. આજે લક્ઝરી લાઇફમાં જાણો ભારતને હસાવનાર કપિલ શર્માની લક્ઝરી લાઇફ અંગે…

10મા ધોરણ પછી ટેલિફોન બૂથમાં કામ કર્યું
કપિલ શર્મા એક મિડલ ક્લાસ ફેમિલીના છે. તેમના પિતા પોલિસ ડિપાર્ટમેન્ટમાં હેડ કોન્સ્ટેબલ હતાં. એક ઇન્ટવ્યૂમાં કપિલે જણાવ્યું કે 10માં ધોરણની પરીક્ષા આપ્યા પછી તેમણે ટેલિફોન બૂથમાં કામ કર્યું હતું. જોકે, તેમને એક મ્યૂઝિક પ્લેયર ખરીદવું હતું જેની કિંમત 3000 રૂપિયા હતી. કપિલ રોજ ટેલિફોન બૂથમાં કામ કરતાં હતાં જ્યાં તેમને 70 થી 80 રૂપિયા રોજ મળતાં હતાં. તે પછી કપિલને જીવનનો એક મોટો આઘાત લાગ્યો. તે લગભગ 16 વર્ષના હતાં ત્યારે તેમના પિતાને છેલ્લા સ્ટેજનું કેન્સર થઈ ગયું હતું.

કપિલ જણાવે છે કે કેન્સરની સારવાર માટે તેમના પરિવાર પાસે જરૂરી રૂપિયા હતાં નહીં. એક સમય એવો હતો જ્યારે કપિલના પિતા અસહનીય દુખાવામાં હતાં અને કપિલ તેમની કોઇ મદદ કરી શકતાં નહીં. તે પછી 2004માં કપિલના પિતાનું નિધન થઈ ગયું હતું. જ્યારે પહેલીવાર લાફ્ટર ચેલેન્જ જીત્યા ત્યારે તે જ પ્રાઇઝ મનીથી બહેનના લગ્ન કરાવ્યાં. પિતાના મૃત્યુ પછી કપિલે મુંબઈમાં પોતાનું કરિયર બનાવવા અંગે વિચાર્યું. એકવાર અમૃતસરમાં લાફ્ટર ચેલેન્જનું ઓડિશન થઈ રહ્યું હતું. કપિલ જણાવે છે કે જ્યારે તેઓ અમૃતસરમાં ઓડિશન આપવા ગયા ત્યારે ગભરાઈને તેમણે ખરાબ ઓડિશન આપી દીધું અને પહેલાં જ રાઉન્ડમાં રિજેક્ટ કરી દેવામાં આવ્યાં.

તે પછી તેઓ ફરી દિલ્હીમાં લાફ્ટર ચેલેન્જનું ઓડિશન આપવા માટે ગયા અને આ વખતે તેઓ સિલેક્ટ થઈ ગયાં. રસપ્રદ વાત એ છે કે કપિલ માત્ર શોમાં સિલેક્ટ થયા નહીં પરંતુ તે પછી લાફ્ટર ચેલેન્જના વિનર પણ બન્યા અને ત્યાં તેમને 10 લાખ રૂપિયાની પ્રાઇઝ મની પણ જીતી. તે દિવસોમાં રૂપિયાની તંગીના કારણે કપિલની બહેનના લગ્ન પણ અટક્યા હતાં. લાફ્ટર ચેલેન્જ જીત્યા પછી કપિલે જીતેલાં બધા જ રૂપિયા બહેનના લગ્નમાં ખર્ચ કર્યાં. લાફ્ટર ચેલેન્જ જીત્યા પછી જ કપિલના કરિયરની ગાડી પાટા ઉપર આવી હતી.

પંજાબમાં આલીશાન ફાર્મહાઉસ અને મુંબઈમાં અપાર્ટમેન્ટના માલિક છે કપિલ
પોતાની સ્ટ્રગલને લઇને કપિલે એકવાર કહ્યું હતું કે ‘સ્ટ્રગલ મારા જીવનનું ઇન્વેસ્ટમેન્ટ છે’. આ જ ઇન્વેસ્ટમેન્ટે આજે કપિલને આટલાં સફળ બનાવી દીધા છે કે તેઓ વર્ષમાં 15 કરોડ રૂપિયા તો ઇનકમ ટેક્સ ભરે છે. સંપત્તિની વાત કરીએ તો કપિલ પાસે પંજાબ અને મુંબઈ બંને જગ્યાએ આલીશાન પ્રોપર્ટી છે. તેમની પાસે પંજાબમાં એક આલીશાન ફાર્મહાઉસ છે.

રજાઓમાં કપિલ મોટાભાગે પોતાના આ ફાર્મહાઉસમાં સમય પસાર કરતાં જોવા મળે છે. આ બંગલાની કિંમત લગભગ 25 કરોડ રૂપિયા છે. સાથે જ, કપિલ પાસે મુંબઈના અંધેરી વિસ્તારમાં લક્ઝુરિયસ અપાર્ટમેન્ટ પણ છે. પોતાના પરિવાર સાથે કપિલ આ અપાર્ટમેન્ટમાં રહે છે. ડીએચએલ એનક્લેવમાં સ્થિત આ અપાર્ટમેન્ટની કિંમત 15 કરોડ રૂપિયા છે.

કપિલની ફેમસ વેનિટી વેન
છેલ્લાં 10-12 વર્ષથી કપિલ શર્મા ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે. હાલ તેઓ પોતાના શો ‘ધ કપિલ શર્મા શો’ના એક એપિસોડ માટે 50 લાખ રૂપિયા ચાર્જ કરે છે. શૂટિંગના કારણે કપિલ પોતાનો મોટાભાગનો સમય સેટ ઉપર જ પસાર કરે છે. પોતાના શૂટિંગ એક્સપીરિયન્સને શ્રેષ્ઠ જાળવી રાખવા માટે કપિલે 5.5 કરોડ રૂપિયાની લક્ઝુરિયસ વેનિટી વેન ખાસ પોતાના માટે બનાવડાવી છે. આ વેનિટી વેન ફેમસ ઓટોમોબાઈ ડિઝાઇનર દિલીપ છાબરિયાએ ડિઝાઇન કરી છે. છાબરિયાએ વોલ્વો બસને એક 5 સ્ટાર લેવિશ વેનિટી વેનમાં કસ્ટમાઇઝ કરી છે. દિલીપ છાબરિયાની કંપની ડીસી ડિઝાઈને જ શાહરૂખ ખાનની વેનિટી વેન પણ ડિઝાઈન કરી હતી.

લક્ઝરી કાર સાથે કપિલ
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે કપિલની નેટવર્થ લગભગ 330 કરોડ રૂપિયા છે. એવામાં કપિલ પાસે લક્ઝરી કારનું કલેક્શન ન હોય, એવું તો બની શકે નહીં. કપિલ પાસે સવા કરોડની વોલ્વો એક્સ સી 90 અને 1 કરોડ 20 લાખની મર્સેડીઝ બેન્ઝ એસ 350 સીડીઆઈ છે. આ લક્ઝરી કાર પહેલાં કપિલે 2013માં રેન્જ રોવર ઇવોક ખરીદી હતી. જેને તેમણે 2013માં લગભગ 60 લાખ રૂપિયામાં ખરીદી હતી. આ લક્ઝરી કાર સિવાય કપિલને બુલેટ ચલાવવાનો પણ શોખ છે. મોટાભાગે તેમને મુંબઈના રસ્તાઓ ઉપર બુલેટ ચલાવતાં જોવામાં આવે છે.

You cannot copy content of this page